તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:કોરોનાકાળમાં 1440 ફાઇલનો નિકાલ, 4.25 કરોડની આવક

ગોંડલ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગોંડલ પાલિકાએ TP શાખાના કર્મીઓનું સન્માન કર્યું

રાજ્ય સરકારે બાંધકામ મંજૂરીમાં ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ શરૂ કરી છે. સમયાંતરે સુધારા સાથે પારદર્શક પધ્ધતિ શરૂ કરી, જેના અમલીકરણ માટે કટિબધ્ધ ગોંડલ પાલિકા દ્વારા વિકાસ પરવાનગીની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવી જેના ભાગ રૂપે છેલ્લા 3 વર્ષમાં બાંધકામ ઉદ્યોગને વેગ મળ્યો છે. પાલિકાએ 2018-19માં 2.42 કરોડ, 2019-20માં 3.56 કરોડ અને 2020-21માં 4.13 કરોડની આવક મેળવી છે.

આથી ચીફ ઓફીસર એચ.કે.પટેલ, ટાઉન પ્લાનીંગ શાખાના ટાઉન પ્લાનર ધવલભાઈ પાણખાણીયા, બિમલભાઈ જેઠવા, રવિકુમાર બદ્રકીયા, હરવિજયસિંહ સરવૈયા, શકિતસિંહ જાડેજા, નિતિનભાઈ ઠાકર, યશ ડોડીયા સહિતના સમગ્ર સ્ટાફને તેમજ પુર્વ પ્રમુખ અશોકભાઈ પીપળીયા, પુર્વ કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, પુર્વ ટાઉન પ્લાનીંગ ચેરમેન નિર્મળાબેન ધડુક સહિતનાઓના પ્રયત્નોને કારણે કોરાના કાળ ચાલતો હોય, લોકડાઉન થયું હતું તેમ છતા 1440 કામને પરવાનગી આપી હતી.

આથી નવા વરાયેલા હોદેદારો પ્રમુખ શીતલબેન સમીરભાઈ કોટડીયા, ઉપપ્રમુખ સંજયભાઈ ધીણોજા, કારોબારી ચેરમેન ઋષીરાજસિંહ જાડેજા, ટાઉન પ્લાનીંગ ચેરમેન શૈલેષભાઈ રોકડ દ્વારા આ કર્મચારીઓ તેમજ હોદેદારોને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો