ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે અવનવી પતંગો બજારમાં વેચાઈ રહી છે. ત્યારે ગોંડલ નેશનલ હાઇવે પર આવેલી જય સરદાર સ્કૂલના વિદ્યાર્થીઓએ અવનવા કલરના કાગળના પેપરમાં વોટર કલર7ના રંગો, ડિઝાઇન અને સામાજિક સંદેશા, લોક ઉપયોગી સૂત્રો લખીને પતંગો બનવવામાં આવી પતંગો બનાવીને એક નવો રાહ ચીંધ્યો છે.
400 વિદ્યાર્થીઓએ અવનવી પતંગો બનાવી
ગોંડલ નેશનલ હાઇવે પર આવેલી જય સરદાર સ્કૂલ (વેલજીદાદાની છાત્રાલય) માં ધોરણ 5 થી ધોરણ 11 સુધીના અભ્યાસ કરતા 400 જેટલા વિદ્યાર્થીઓએ અવનવા કાગળોમાં ડ્રોઈંગ કરી જળ બચાવો, સ્વચ્છ ભારત, બેટી બચાવો, વૃક્ષોવાવો, તેમજ દેશભક્તીને લગતા ડ્રોઈંગ અને સૂત્રો લખવામાં આવ્યા હતા. એક કલાકમાં એક પતંગ બનાવવામાં આવી હતી. પતંગ બનાવવામાં કાગળ, પાતળી સળીઓ, ગુંદર, સેલોટેપ, જેવી નાની મોટી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પતંગ બનાવનાર સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય, અને તૃતિય નંબરને પ્રોત્સાહિત ઇનામો જય સરદાર સ્કૂલના વેલજીદાદાના હસ્તે આપવામાં આવ્યા હતા. આ તમામ પતંગો આવનારી ઉત્તરાયણના તહેવાર નિમિતે આકાશમાં ઉડશે અને સમગ્ર કાર્યક્રમમાં નિકુંજ પાદરિયા, પ્રયાગ પારખિયા, એવીન ઘોણીયા અને સમગ્ર સ્કૂલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.