તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુળેટી:ગોંડલમાં જાહેરમાં ધુળેટી પર્વ નહીં ઉજવી શકાય

ગોંડલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેપારીઓ પીચકારીઓ અને કલરનું વેચાણ બંધ કરે તેવી અપીલ કરાઇ
 • જાહેરમાં ચારથી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં: કેલેક્ટરનું જાહેરનામું

ગોંડલ શહેર પંથકમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા હોય જેને અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા હોળી ધૂળેટી પર્વ નિમિત્તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હોળી સોશિયલ ડિસ્ટન્સ સાથે ઊજવવાની રહેશે તેમજ ધુળેટી પર્વ ઉજવવા સખ્ત શબ્દોમાં મનાઈ ફરમાવવામાં આવી હોય તેનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ચુસ્ત પાલન કરાવનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ અને સિટી પી.આઈ એસએમ જાડેજાએ જણાવ્યું હતું કે કલેકટરના જાહેરનામા મુજબ હોળી પર્વ એ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. તેમજ ધુળેટી પર્વ ઉજવવા દેવામાં આવશે નહીં જેની શખત શબ્દોમાં સૂચના અપાઇ છે. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો પોલીસ તંત્ર દ્વારા કડક માં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત શહેરના બજારોમાં અને રસ્તાઓ ઉપર પિચકારીઓ કલરનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે આવા વેપારીઓને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે તેઓ પિચકારી અને કલરનું વેચાણ બંધ કરી તંત્રને સાથ સહકાર આપે તેવી અપીલ છે. જો કોઈ વેપારી જાહેરનામાંનું ઉલ્લંઘન કરશે તો દંડનાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે તેના કરતાં સ્વેચ્છિક વેચાણ બંધ કરી કોરોના ને વકરતો અટકાવવા તંત્રની મદદ કરે તે ઇચ્છનીય છે.

ધોરાજીમાં હોળી, ધૂળેટી પર્વની ઉજવણી સાદાઇથી કરવા માટે પોલીસની તાકીદ
કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે નાયબ કલેક્ટરે ધોરાજી, ઉપલેટા, જામકંડોરણાના મામલતદાર, પોલીસ સહિતના અધિકારીની બેઠક બોલાવી તાકીદ કરી હતી કે હોળી અને ધૂળેટીની બને તેટલી સાદગી પૂર્ણ ઉજવણી થાય અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ ન ભૂલાય.કેસ વધતાં ધોરાજી નાયબ કલેક્ટર જી. વી. મીયાણીએ ધોરાજી ,જામકંડોરણા, ઉપલેટાના મામલતદારો, તાલુકા હેલ્થ ઓફીસરો, તાલુકા વિકાસ અધિકારી,પોલીસ સહિતના અધિકારીઓની બેઠક બોલાવીને સોશિયલ ડિસ્ટન્સની અમલવારી, માસ્ક પહેરવાની ઝૂંબેશ હાથ ધરવા તાકીદ કરાઈ છે. કોરોના મહામારી ની બીજી લહેર શરૂ થતાં ધોરાજી પંથક માં 73 કેસો ઉપલેટા પંથક માં 32 ,જામકડોરણા તાલુકામાં પાંચ કેસ આવતા જિલ્લા કલેક્ટરની સુચના માર્ગદર્શન તળે બેઠક યોજાઈ હતી. જેમાં ધોરાજી મામલતદાર જોલાપરા, ધોરાજી પીઆઇ હકુમતસિહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી જાડેજા હેલ્થ ઓફીસર ડો. વાછાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે લોકોની જનજાગૃતિ માટે માઇક ફેરવવાની સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો