તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ગોંડલની મર્કન્ટાઇલ બેંકમાં થયેલા કૌભાંડમાં યોગ્ય તપાસની માગણી

ગોંડલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંક મેનેજરના અકળ મૌન સામે બચતકારોમાં નારાજગી

ગોંડલની મર્કન્ટાઇલ ક્રેડિટ કો-ઓપ સોસાયટીમાં આચરાયેલી કરોડોની રકમના ઉચાપત કૌભાંડમાં દરરોજ નવાં નવાં ફણગા ફુટી રહ્યા છે.ત્યારે પોલીસે તપાસ હાથ ધરી નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. પરંતુ મેનેજરના અકળ મૌન સામે બચતકારોમાં નારાજગી છે.મર્કન્ટાઇલ ક્રેડીટ કો-ઓપ સોસાયટીમાં અનેક બચતધારકોનાં પૈસા જમા લેવાંને બદલે બારોબાર ચાંઉ થઇ જતાં બચત એજન્ટ મૃતક કેતનભાઇ ભાલાળા સહિત જવાબદારો સામે કેટલાક બચતકારો દ્વારા પોલીસમાં અરજી દ્વારા દાદ મંગાઇ હતી.

દરમ્યાન જેમની પર આક્ષેપ થઇ રહ્યા છે તેવાં મૃતક એજન્ટ કેતનભાઇનાં ભાઇ અનિલભાઈ તથાં દિનેશભાઇ ભાલાળાએ જણાવ્યું કે અમારાં સ્વર્ગસ્થ ભાઇનાં વ્યવહાર સાથે અમારે કોઈ સબંધ નથી.તેમનાં પત્ની પણ હાલ મકાનને તાળું મારી ચાલ્યાં ગયા છે. કેતનભાઇનાં મૃત્યુ બાદ કેટલાક બચતકારો એ અમારો સંપર્ક કર્યો હતો.પણ તેમનાં વ્યવહાર અંગે અમો અજાણ છીએ. વધુ પ્રકાશ મેનેજર જ પાડી શકે.

અન્ય સમાચારો પણ છે...