તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગોંડલમાં લુવારાની ઘટના સંદર્ભે પોલીસ દમન સામે ન્યાયની માંગ

ગોંડલ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા કાઠી ક્ષત્રિય સમાજની મામલતદારને રજૂઆત

ગોંડલ શહેર અને તાલુકા તેમજ કોટડા સાંગાણી તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદન આપી લુવારાની ઘટનામાં ન્યાયની માગણી કરવામા આવી છે. લુવારા ગામમાં એસ.પી. નિલિત રાયના આદેશનુસાર અમરેલી જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા અશોકભાઈ બોરીયાની ધરપકડ કરવા ગઇ હતી ત્યારે જાણે ગુજરાત કાશ્મીર બની ગયું તેમ એક અપરાધીની ધરપકડ કરવાને બદલે પોલીસ દ્વારા ગેર કાયદેસર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને સરઘસ કાઢવામાં અાવેલ.

અશોકમાઈ બોરિયાને ઢોર માર મરાતાં અપરાધીની બેનમાં હેમુબેનને એવું લાગેલ કે મારા ભાઈને પલીસ ખોટી રીતે ઢોરમાર મારે છે. તેથી અશોકભાઈના બહેન હેમુબેને પોતાના મોબાઇલમાં વિડિઓ રેકોર્ડિંગ કરતા હતા ત્યારે પુરૂષ પોલીસ કર્મચારી દ્વારા બહેન સાથે બદતમીઝી કરીને તેનો મોબાઈલ આંચકી લીધો હતો અને હેમુબેન ઉપર પણ ૩૦૭ જેવા ગંભીર ગુનાની કલમો લગાડી તેમની ઘરપકડ કરવામાં આવી હતી. આ અન્યાયની સામે કાઠી ક્ષત્રિય સમાજ તથા રાજપૂત ક્ષત્રિય સમાજમાં અસંતોષનો માહોલ ફેલાયેલ છે. આથી અમારી માંગને ધ્યાનમાં લઈ આ પરિવારને ન્યાય અપાવવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે જવાબદાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ ઉપર યોગ્ય પગલાં લેવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો