માંગણી:મુંબઈ ઇન્દોર જતી બે ટ્રેનને ગોંડલ સ્ટોપ આપવા માગ

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલથી દર રવિવારે બપોરે મુંબઇ જતી વેરાવળ બાંદ્રા અને ઇન્દોરથી વેરાવળ ટ્રેનને ગોંડલ ખાતે સ્ટોપેજ આપવાની માગણી ઉઠવા પામી છે. આ અંગે ડિવિઝનલ ઓફિસ પશ્ચિમ રેલવે ભાવનગર ગોંડલ ને આ ટ્રેનનો લાભ મળે તો ઇન્દોર તરફ જતાં લોકોની સુવિધા મળે તેવી રેલવે બોર્ડ સલાહકાર સમિતિના સભ્ય વિનુભાઈ વસાણીએ રજૂઆત કરી છે રમાનાથ ધામ, ભુવનેશ્વરી મંદિર તેમજ વિશ્વ વિખ્યાત અક્ષર મંદિર, ઉદ્યોગિક એકમો આવેલા હોવાથી મુંબઇ સાથે ગોંડલ આર્થિક રીતે સંકળાયેલું છે જેથી મુંબઈ જવા આવવા માટે ગોંડલના લોકોને બીજી ટ્રેનનો લાભ મળે તેવી તાતી જરૂરિયાત હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...