તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:ગોંડલમાં જૈનાચાર્ય ડુંગરસિંહજી સ્વામી માર્ગની લોકાર્પણ વિધિ

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુશાંતમુનિ, પારસમુનિનો ચાતુર્માસ કલ્પ પ્રવેશ

ગોંડલ સપ્રદાયનાં ગાદીપતિ પૂ. ગુરૂદેવ ગિશિરચંદ્રજી સ્વામીના શિષ્ય પ્રાણ પરિવારનાં વરિષ્ઠ સંત ગુજરાતરત્ન સુશાંતમુનિ મ.સા. એવં મહામંત્ર પ્રભાવક જગદીશમુનિ મ.સા. ના શિષ્ય સદગુરૂદેવ પારસમુનિ મ.સા. આદિ ઠાણા - ૨ નો ચાતુર્માસ કલ્પ અર્થે પ્રવેશ તા. 13 રવિવારે સવારે 10 કલાકે દાદા ડુંગર ગાદી ઉપાશ્રય ગોંડલમાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ભવ્યરૂપે સંપન્ન થયો.

આ અવસરે હીરાબાઈ મ.સ. વતી પૂ. સ્મિતાબાઈ મ.સ. એવં પૂ. ઉષાબાઈ મ.સ. આદિ સતીવૃંદની હાજરી હતી . “જૈનાચાર્ય ડુંગરસિંહ સ્વામી માર્ગ શિલાલેખ”ની લોકાર્પણ વિધિ જયોતિરાદિત્યસિંહજી જાડેજા, રાજેન્દ્રસિંહજી જાડેજા, અશોકભાઈ પીપલીયા, ચંદ્રકાંતભાઈ શેઠ, અશોકભાઈ કોઠારી, શૈલેષભાઈ માંઉ આદિના હસ્તે કરી હતી .

અન્ય સમાચારો પણ છે...