વિવાદ:ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના તમામ કર્મીને જાનથી મારી નાખવાની ધમકી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસમથકના લોકલ ફોન પર શખ્સે કરી બેફામ ગાળાગાળી‎
  • ગોંડલ શહેર પોલીસે ગુનો નોંધી ધરપકડ સહિતની કાર્યવાહી આંરંભી‎

ગુજરાતીમાં કહેવત છે કે "પોલીસ સ્ટેશને જાવ તો જમાદાર જોવા મળે" એનો મતલબ એમ કે ઘર કે ઓફિસમાં બેઠા બેઠા પોલીસના કામકાજની નિંદા ન કરવી જોઈએ. વાસ્તવમાં કેટલી વિસે સો થાય તે પોલીસ સ્ટેશનનાં પગથિયાં ચડો તો જ ખ્યાલ આવે. આપણે શાંતિથી રાતની ઉંઘ માણી શકીએ છીએ તેની પાછળ પોલીસ ફોર્સની સતત સજાગતા પણ એક કારણ છે. ત્યારે કોઇ પણ જાતના વાંક ગુના વગર પોલીસ ફોર્સ સાથે દુર્વ્યવહાર કરવો એ તો કેમ સાંખી લેવાય. ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના લોકલ ફોન પર અજાણ્યા શખ્સે કરેલા બેફામ વાણી વિલાસ અને તમામને મારી નાખવાની ધમકીની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે.

પ્રાપ્ત વિગતો મુજબ સામાન્ય માણસને પોલીસ મથકમાં ફોન કરવો હોય તો પણ દસ વખત વિચાર કરતો હોય છે ત્યારે કેટલાક ગુનેગારો બેફામ બન્યા હોય તેમ ગોંડલ સિટી પોલીસ મથકના ફોન નંબર 220029 ઉપર રાજેન્દ્રસિંહ દશરથસિંહ ઝાલા નામના શખ્સે મોબાઇલ નંબર 9725014175 તેમજ 96622 99088 ઉપરથી ફોન કરી જેમ ફાવે તેમ ગાળો ભાંડી ગોંડલ આવીને બધા પોલીસને ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા શહેર પોલીસે ઉપરોક્ત આરોપી વિરુદ્ધ આઇપીસીની કલમ 504 504 506 2 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે સીટી પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ સંગાડા જણાવ્યું હતું કે પોલીસ મથકના લોકલ નંબર ઉપર રાજેન્દ્રસિંહ ઝાલા નામનો શખ્સ ગાળો ભાંડી ધમકી આપતો હતો જેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...