તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મોવિયામાં ખેતમજૂરનું રોટા વેટરમાં આવી જતાં મોત

ગોંડલ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાલુકાના મોવિયા ગામે પંકજભાઈ ધરમશીભાઈ ચાંગેલાની વાડી માં ખેત મજૂરી કામ કરતા વાસુ ચંદુભાઈ વાવડીયા ખેત કામ કરતી વેળાએ રોટા વેટરમાં આવી જતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજતા તાલુકા પોલીસ મથક ના જમાદાર જે. વી. વાળા અને શક્તિસિંહ જાડેજા એ તપાસ હાથ ધરી હતી.

પગ લપસી જતા રોટા વેટર માં આવી જવા પામ્યો
પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું કે ખેતરોમાં ટ્રેક્ટર પાછળ રોટા વેટર લગાવી કામ ચાલી રહ્યું હતું ત્યારે ટ્રેક્ટર પાછળ ની લાઈટ બંધ થઇ જતાં વાસુ ચાલુ ટ્રેક્ટરે રીપેર કરી રહ્યો હતો ત્યારે પગ લપસી જતા રોટા વેટર માં આવી જવા પામ્યો હતો, પરિવારમાં એકનો એક આધાર સ્તંભ સમાન પુત્ર હતો અને થોડા સમય પહેલા બહેનનું કીડનીની બીમારીથી મોત નીપજ્યું હતું. જેના આઘાતમાં પિતા માનસિક બીમાર થઈ ગયા હતા ત્યારે અકાળે યુવાનનું મોત નિપજતા ચાંગેલા પરિવાર શોકમાં ગરક થઈ જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો