રેસ્ક્યુ:ડૈયા ગામ બેટમાં ફેરવાયું, બચાવ કામગીરી કરવી પડી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોડલ તાલુકાના ડૈયા પાસે ખેતરમાં ફસાયેલા ખેતર માલિક તથા ખેત મજૂરી કરતાં આદિવાસી પરિવારો સહિત અનેકને પ્રાંત અધિકારી રાજેશ આલ,ગોંડલ ફાયર સ્ટાફ તથા યુવા અગ્રણી ગણેશસિહ જાડેજા સહિતનાં એ ચાર થી પાંચ કલાકની જહેમત બાદ સલામત બહાર કાઢી બચાવ કરાયો હતો.દોરડાં બાંધી તમામનું રેસ્ક્યુ કરાયું હતું.આ વેળા જિલ્લા કલેક્ટર,ડીડીઓ સહિતના ડૈયા દોડી ગયા હતા. ડૈયા પાસે છાપરવાડી તથાં મોતિસર નદીઓનાં પાણી ભરાયાં હોય નદીઓમાં ઘોડાપુર આવ્યાં હોય ખેતરો ફરતે પાણી ફરી વળ્યા હતા.બહાર નિકળવાનો માર્ગ નહીં મળતાં કેટલાંક મજૂરો જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયાં હતાં. ફસાયેલાને બચાવવા હેલિકોપ્ટરની મદદ મંગાઇ પરંતું ખરાબ હવામાનનાં કારણે હેલીકોપ્ટર પહોચી શક્યુ ન હતુ.

મોજ નદીના પાણી ફરી વળતા સુરક્ષિત સ્થળે લોકોનું સ્થળાંતર
જામકંડોરણા તાલુકાના મોજ ખીજડીયા ગામે મોજ નદીના પાણી ફરી વળતા અસરગ્રસ્ત વિસ્તારો ખાતે નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓની ટીમે દોડી જઈને 250 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

લોકોના સ્થળાંતર અંગે ધોરાજીના નાયબ કલેક્ટર જી. વી. મીયાણીએ જણાવ્યું હતું કે ધોધમાર વરસાદના પગલે જામકંડોરણા તાલુકાના મોજ ખીજડીયા ગામે મોજ નદીનો ધસમસતા પાણીનો પ્રવાહ નીચાણવાળા વિસ્તારો ફરી વળતા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાલુકાના અધિકારીઓની ટીમ તાત્કાલીક દોડી ગઇ હતી અને અસરગ્રસ્તોને તાબડતોબ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા અને બાદમાં નુકસાનીનો સર્વે કરવા કાર્યવાહીની તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...