ગોંડલ પંથકમાં ખેડૂતો દ્રાક્ષનું વાવેતર કરતા નથી. તેમ છતા ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં મીઠી મધુર દ્રાક્ષની અઢળક આવક જોવા મળી છે. ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં રોજીંદી 7 થી 8 ટ્રક દ્રાક્ષની આવક જોવા મળે છે. જેમાં એક ટ્રક માં આશરે 10 થી 12 ટન દ્રાક્ષનો સમાવેશ થાય છે રોજિંદા યાર્ડમાં જેટલી આવક છે. એટલી જ સામે જાવક જોવા મળે છે.
હરરાજીમાં દ્રાક્ષના દસ કિલોના 400 થી 800 ભાવ સુધીના બોલાયા
દ્રાક્ષની ખેતી મોટા ભાગે મહારાષ્ટ્રના નાસિક પંથકમાં થાય છે ત્યારે ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં મહારાષ્ટ્રના નાસિક, સોલાપુર, સાંગલી, પીપળગાવ, ખેડગાવ, ભંડરપુર સહિત સેન્ટરોમાંથી દ્રાક્ષની આવક થાય છે જેમને લઈને યાર્ડ મીઠી મધુર દ્રાક્ષનું પીઠું બનવા પામ્યું છે ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં હરાજીમાં દ્રાક્ષના દસ કિલોના ભાવ રૂપિયા 400/- થી લઈને 800/- સુધીના બોલાઈ રહ્યા છે ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાંથી સૌરાષ્ટ્રના ઘણા સેન્ટરોમાં દ્રાક્ષની સપ્લાય કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.