ગોંડલ સ્વામીનારાયણ ગુરુકુળ ( ફાટક ) ખાતે ધોરણ 9-10-11 અને 12 ના વિદ્યાર્થીઓ, અને ટીચર્સ માટે કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરથી પરિવાર અને પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત અને તંદુરસ્ત રાખવી તે અંગેના સેમિનારનું આયોજન સંત શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજીની નિશ્રામાં સંચાલક ધીરુભાઈ છૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં હિતેશભાઈ દવે, મેયર મનિષભાઈ જહાટકીયાના વાર્તાલાપનું આયોજન શાળામા કોરોના નિયમોના પાલન સાથે કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત 100થી વધુ વિદ્યાર્થીને, શાળાના શિક્ષકોને કોરોના મહામારી ની ત્રીજી લહેર થી પરિવાર અને પોતાની જાતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટેની ટીપ આપતાં મનીષભાઈ જહાટકીયાએ જણાવેલ કે ઘરની બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવાની તકેદારી રાખો,વ્યક્તિ વચ્ચે બે ફુટ નું અંતર જાળવો, મેંદો અને બહાર ના જંક ફૂડ ખાવાનું બંધ કરો અને બહાર થી ઘરે પરત આવો ત્યારે હાથ યોગ્ય રીતે ધોવાની કાળજી રાખશો તો કોરોના મહામારી માં સુરક્ષિત રહી શકશો.તન અને મન ને તંદુરસ્ત રાખવા સરળ અને સસ્તો ઉપાય છે.
નિયમિત સાઈકલિંગની આદત પાડવી.સાઈકલિંગથી પેટ્રોલની બચત,પ્રદુષણ નિયંત્રણ,શરીર ચુસ્ત અને સ્ફુર્તિલુ રહે છે,સાથે પર્યાવરણને પણ સુધારી શકાય છે.યુવાનોએ પોતાની યુવાની અને ફિટનેસ વર્ષો સુધી જાળવી રાખવી હોય તો નિયમિત સાઈકલિંગની આદત કેળવવી જોઈએ.રાજકોટ જિલ્લા યોગ કોચ હિતેશભાઈ દવેએ રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને તંદુરસ્ત શરીર જાળવી રાખવા યોગ અને પ્રાણાયામ કેવી રીતે અને કેમ જરૂરી છે તેનું માર્ગદર્શન આપવા સાથે દરરોજ 10 થી 15 મિનિટ સૂર્યનમસ્કાર,પ્રાણાયામ અને યોગાસન દૈનિક ક્રિયા માં સામેલ કરવા જોઈએ તેમ જણાવ્યું હતું .
પર્યાવરણ અને પ્રકૃતિના સંવર્ધન માટે. પ્રત્યેક યુવાન દર વર્ષે એક થી પાંચ વૃક્ષ નું વાવેતર અને ઉછેર કરવો જોઈએ. શાળાના શિક્ષક ભાવેશ સાંગાણીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું જ્યારે સંદીપ જાની, રાજેશ રામાણી,પ્રિતેષ દેસાઈ અને મહેક રૂપરેલીયાએ પ્રતિભાવો અાપ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.