સાયબર ક્રાઈમ અંગે મળ્યું માર્ગદર્શન:ગોંડલના ટાઉન હોલ ખાતે રાજકોટ રેન્જ દ્વારા સાયબર ક્રાઈમ લોક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

ગોંડલ19 દિવસ પહેલા

રાજકોટ રેન્જ દ્વારા સાયબર ક્રાઈમ લોક જાગૃતિનો કાર્યક્રમ ગોંડલ ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સાઇબર ક્રાઈમના પી.આઈ.આર.જે રામ, PSI સી.બી. વાંક અને PSI સી.એસ. મયાત્રા અને ગોંડલ શહેરના પી.આઈ. એમ.આર સંગાડા સહિતના અધિકારીઓએ સાઇબર ક્રાઈમના લોકો કઈ રીતે ભોગ બને છે, ભોગ બન્યા પછી શું કરવું તેને લઇને માહિતગાર કર્યા હતા. કોઈ અજાણ્યા માણસ આપણને લાભ આપવા માટે ફોન કરતા નથી, જે માત્ર ફ્રોડ જ હોય છે. UPI / ATM પાસવર્ડ જાહેરમાં કોઈ કોઈ જુએ એવી રીતે નાખશો નહિ, કોઈ પણ લિંક ખોલાવી નહિ, અજાણ્યા નંબરનો વિડિયો કોલ ઉપાડવો નહીં સોશિયલ મીડિયામાં ખોટા IDમાં મિત્ર બનાવી વધુમાં વધુ લોકો ભોગ બને છે. જેમાં સાઇબર ક્રાઈમમાં આવું કઈ પણ બને તો તરત જ 1930 નંબર ઉપર ફોન કરી ફરિયાદ કરવા જણાવાયું હતું.

ડિજિટલ યુગના ગેરફાયદા
અલગ અલગ ટેક્નિકનો ઉપયોગ કરી સિસ્ટમ હેક કરી પર્શનલ માહિતી તેમજ ડિજિટલ યુગના ગેરફાયદા જેવા કે મહત્વના ડેટા મેળવી લેવામાં આવે છે, વાયરસના હુમલા થાય છે જેમાં વાયરસ પ્રોગ્રામ્સ સિસ્ટમ અને મહત્વપૂર્ણ ડેટાને નુકશાન પોહચાડે છે. ઈન્ટરનેટનો ખોટો ઉપયોગ એટલે કે ખોટા વીડિયો જોવા, ખોટી આદત પડવી, બ્લેકમેઈલ કરવું, કોઈના અંગત ફોટા કે વીડિયો વાઇરલ થવા,

સાઇબર ક્રાઈમ એટલે શું?
સાઇબર ક્રાઈમ વિશે એટલે કે કમ્પ્યુટર, ઈન્ટરનેટ વાળું કોઈ પણ સાધન કે ઈન્ટરનેટ નેટવર્કના ઉપયોગથી થતી ગુનાહિત પ્રવૃત્તિ, ડિજિટલ માધ્યમથી છેટરપિંડી, વ્યક્તિગત માહિતીની ચોરી, ખોટી માહિતી આપવી અથવા તો માહિતીનો નાશ કરવો, ઓનલાઈન ધમકી આપવી, બદનામી કરવી વગેરે સાઇબર ક્રાઈમમાં આવે છે.

ડિજિટલ યુગના ફાયદાઓ
કોઈ પણ વ્યક્તિ સાથે તુરંત જ અલગ અલગ માધ્યમથી વાત ચિત કરી શકીએ છીએ, ફિલ્મ, વેબસિરિઝ, ન્યૂઝ અને વીડિયો જોઈ શકાય છે, ઓનલાઈન કલાસના માધ્યમથી શિક્ષણ મેળવી શકાય છે, ઘર બેઠા જ નાણાકીય લેવડ દેવડ કરી શકાય છે.

સાઇબર ક્રાઈમ થવા પાછળનું મુખ્ય કારણ ડર, લાલચ, અને આળસ
સાઇબર ક્રાઈમ થવા પાછળનું મુખ્ય કારણ ડર, લાલચ, અને આળસ જોવા મળે છે. ઘણાખરા લોકો સાઇબર ક્રાઈમનો ભોગ બને છે. આબરૂ જવાના બદલે કોઈ ફરિયાદ નથી કરતા. સાઇબર ક્રાઈમના ભોગ બનનાર લોકોની માહિતી સિક્રેટ રાખવામાં આવે છે. જો કોઈ લોકો ભોગ બન્યા હોઈ તો આગળ આવીને સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી શકે છો અને આ ક્રાઈમનો ભોગ બનતા અટકી શકે છે.

ગોંડલ શહેર PI એમ.આર.સંગાડા, પોલીસ સ્ટાફ, ટ્રાફિક સ્ટાફના જવાનો, નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, દીપકભાઈ ઘોણીયા, અશોકભાઈ શેખડા, રજનીશભાઈ રાજપરા, ગોપાલભાઈ સખીયા, હિતેશભાઈ દવે, નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, શહેરના વેપારીઓ, વિદ્યાર્થીઓ, મહિલા પોલીસ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...