ગોંડલમાં સરવૈયા શેરીમાં ગઈકાલે કટલેરીની રેકડીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની ઘટનામાં રેકડીમાં રહેલો તમામ કટલેરીનો માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. સમગ્ર બનાવની જાણ સેનિટેશન શાખાના ચેરમેનના પ્રતિનિધિ અનિલ માધડ, વોટર વર્કસના ચેરમેન આસિફ ઝકરિયા, પૂર્વ ઉપપ્રમુખ સંજય ધીણોજા, ગોવિંદ ધડુક સહિતના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
રેકડી ધારક કટલેરી ચીજ વસ્તુઓ વહેંચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેમાં સેનિટેશન શાખાના ચેરમેનના પ્રતિનિધિ અનિલ માધડે કટલેરીની રેકડીના માલિકને રોકડ રકમની સહાય આપી માનવતા દર્શાવી હતી. ગોંડલના સરવૈયા શેરીમાં આંગણવાડીની બાજુમાં કટલેરીની રેકડીમાં આગ લાગી હતી. જેમાં રેકડી ધારક યુસુફ દયાલાને અનિલ માધડે રોકડ 20 હજાર આપી માનવતા દર્શાવી હતી. આ તકે પરિવારના સભ્યોએ અનિલ માધડનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગોંડલ શહેરમાં સરવૈયા શેરીમાં કટલેરીની રેકડીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં રેડકીમાં કટલેરીનો સામાન બળીને ખાખ થયો હતો. આગ લાગતાજ નજીકના રહેણાંક મકાનના સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ શહેરમાં આવેલી સરવૈયા શેરીમાં આવેલ આંગણવાડીની દીવાલ પાસે કટલેરીની રેકડીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આંગણવાડીની દીવાલ પાસે કોઈએ કચરો સળગાવ્યો હતો. તેનો તણખલો કેબિનમાં પડતા જ કેબિન આગની લપેટમાં આવી હતી. યુસુફ દયાલા નામના વ્યક્તિની કેબિનમાં આશરે 50 હજારનું નુકશાન થવા પામ્યું હતું. કેબિનની બાજુમાં રહેણાંક મકાનમાંથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આંગણવાડીની દીવાલ પર સૂત્રો લખેલા છે "કચરો અહીં નાખવો નહીં" તેમ છતાં પણ રહીશો સૂત્રોનું પાલન કરી રહ્યાં નથી.
ગોંડલ શહેરનો તાજેતરમાં સ્વચ્છતામાં નંબર આવેલો છે. સેનિટેશન શાખાના પ્રતિનિધિ અનિલભાઈ માધડ દ્વારા શહેરમાં વહેલી સવારે રોજિંદા અલગ અલગ વિસ્તારમાં ટિમો બનાવીને સાફ સફાઈ અને ડોર ટુ ડોર કચરાના વાહનો ફરી રહ્યા હોઈ છે. રાત્રીના આખા શહેરને સ્વચ્છ કરવામાં આવે છે. પણ અમુક વેપારીઓ પોતાના દુકાનો કે શો રૂમનો કચરો બહાર નાખીને સળગાવે છે. અનેક લોકોને નોટિસ અને દંડની કાર્યવાહી કરવામાં પણ આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.