હુકુમ:ગોંડલમાં સાસુ સસરાના મકાનનો કબજો છોડી દેવા માટે પુત્રવધૂને કોર્ટનો આદેશ

ગોંડલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છૂટાછેડાના 50 લાખ, મકાન નામે કરી દેવા દબાણ કરતી હોવાનો પરિવારનો આક્ષેપ

ગોંડલ ના તબીબ લક્ષીત મનજીભાઇ સાવલીયાના પત્ની હિરલબેન દ્વારા પતિ,સાસુ સસરાને ત્રાસ આપવાની ‘ઉલટી ગંગા’ સમા ચર્ચિત પ્રકરણમાં ગોંડલના કૈલાશ બાગમાં આવેલા સાસુ સસરાના મકાન પર પુત્રવધુ હિરલબેન દ્વારા તાળા તોડી કબ્જો કરાયાના સવા વર્ષ બાદ પ્રિસાઇડીંગ ઓફિસર સબડિવીઝનલ મેજિસ્ટ્રેટ ગોંડલ દ્વારા મકાનનો કબ્જો પુત્રવધુ પાસેથી પરત આપવા અંગે લેન્ડમાર્ક ચુકાદો જાહેર કર્યો છે. ગોંડલના ડો.લક્ષીત સાવલીયા અને તેના પત્ની હિરલબેન વચ્ચે અણબનાવ થતા બન્ને પક્ષે સામસામે આક્ષેપ સાથે પોલીસ ફરિયાદો થવા પામી હતી.

હિરલબેન દ્વારા પતિ ડો.લક્ષીત,સાસુ તથા સસરા સામે વડીયા પોલીસમા ફરિયાદ કરાઇ હતી.બાદ વિવાદ વધતા ડો.લક્ષીત તેના માતા,પિતા તથા માસુમ પુત્રી સાથે ગોંડલ છોડી રાજકોટ રહેવા ચાલ્યા ગયા હતા.દરમિયાન હિરલબેને પતિના કૈલાશ બાગ સ્થિત બંધ મકાનના તાળા તોડી મકાન પર કબ્જો કર્યો હતો.આ અંગે હિરલબેનના સસરા મનજીભાઇએ હિરલ સામે ફરિયાદ પણ કરી હતી.

હિરલબેનના સાસુ મંજુલાબેન દ્વારા કૈલાશબાગ સ્થિત મકાન પુત્રવધુ ના કબ્જામાંથી પરત મેળવવા મેઇન્ટન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટીઝન એકટ-2007 અન્વયે મેઇન્ટન્સ ટ્રિબ્યુનલ એન્ડ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે દાદ મંગાતા પુત્રવધૂ પાસે રહેલા મકાનનો કબ્જો ખાલી કરી સાસુ સસરા ને પરત કરતો ચુકાદો ફરમાવાયો હતો.

સાસરી પક્ષના મકાન મિલ્કત પચાવી પાડવાની ઘટનામાં હુકમ થયા ને ઘણા દિવસો થયા હોય છતાંય હિરલ દ્વારા મકાનનો કબજો ખાલી નહીં કરાયો હોય હિરલ દ્વારા અદાલત ના હુકમ ને પણ ઘોળી ને પી જઈ કાયદાનો ઉલાળીયો કર્યાનું સ્પષ્ટ થયું છે. હીરલ સામે એવો પણ આક્ષેપ થયો છે કે છૂટાછેડા માટે તેના તરફથી 50 લાખની માગણી અને એ મકાન પોતાના નામે કરી આપવાનું દબાણ રહેતું હતું.

અન્ય સમાચારો પણ છે...