ગોંડલ વિધાનસભાની બેઠક રાજ્યની હાઇ પ્રોફાઈલ બેઠક મનાતી હોવાથી અને ચૂંટણી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મતદાનના દિવસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નાના - મોટા છમકલાંઓને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઇ જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે આગામી ગુરુવારના મતગણતરીનો દિવસ હોય તંત્ર દ્વારા શહેર તાલુકામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી
ગોંડલના પ્રાંત અધિકારી, રિટર્નીગ ઓફિસર કે.વી.બાટીએ જણાવ્યું હતું કે, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કણકોટ રાજકોટ ખાતે ગોંડલ વિધાનસભા બેઠકની મતગણતરી યોજાશે. જેમાં 17 રાઉન્ડ રહેશે એક રાઉન્ડમાં 14 સીયુની ગણતરી થશે. 17માં છેલ્લા રાઉન્ડમાં 12 સીયુની ગણતરી કરવામાં આવશે. મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ જશે. ગોંડલ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ તેમજ અન્ય ઉમેદવાર સહિત ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. 'નોટા'માં કેટલા મત પડ્યા તેની પણ ગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત શહેર તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું અંતમાં જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.