કેમ્પ:ગોંડલ તાલુકાના 35 ગામમાં કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાશે

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લડવા રસીકરણ જ માત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે તેવી અનેકો જાહેરાત કરી હોવા છતાં પણ ગોંડલ તાલુકાના 35 ગામમાં વેક્સીનેશન માટે પ્રાંત અધિકારીએ પ્રચાર આગેવાનોને આગળ આવવા આહ્વવાન કર્યું છે.

ગોંડલ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલએ જણાવ્યું હતું કે સરકારી અને આરોગ્ય તંત્ર કોરોનાનો પ્રતિકાર કરવા તનતોડ મહેનત કરી રહ્યું છે ગોંડલ તાલુકાના 60% ગામમાં સારા પ્રમાણમાં વેક્સિનેશન પણ થયું છે પરંતુ તાલુકાના શેમળા, લુણીવાવ, પાટિયાળી, મેસપર, હડમતાળા, ઘોઘાવદર, વાસાવડ, હડમળિયા, ખાંડાધાર, વેજાગામ, ડયા, બિલડી, ત્રાકુડા, સાજયાળી, ભોજપરા કેશવાળા, મોટી ખીલોરી, વેકરી, વાછરા, બંધીયા, કોલીથડ, પાટખીલોરી, મોટા દળવા, શિવરાજગઢ, દેરડી, દેવચડી, ચરખડી, ગુંદાળા, માંડણ કુંડલા, બાંદરા, મોટા સખપર, આંબરડી, વિંઝિવડ, અનિડા ભાલોડી સહિતના ગામોમાં હજુ પણ વેક્સીનેશનનું પ્રમાણ ખૂબ ઓછું છે, ગામોના સરપંચો, તાલુકા-જિલ્લાના સદસ્યો તેમજ તમામ સામાજિક, રાજકીય, ધાર્મિક આગેવાનો અને સેવાકીય સંસ્થાઓ તથા સંચાલકોને તંત્ર દ્વારા જાગૃતિ લાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ગોંડલ તાલુકાના ગુંદાળા ગામેં સરકારી તંત્ર અને દેવીપૂજક સમાજ દ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી સરાહનીય કાર્ય કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...