તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જડ નિયમની જીદ:ગોંડલની સિવિલમાં કોરોના પોઝિટિવ એક જ છતાં સામાન્ય દર્દીને દાખલ થવા પર રોક

ગોંડલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલની સિવિલ હોસ્પિટલમાં નોર્મલ દર્દીઓને જરુરીયાત મુજબ દાખલ કરાતાં ન હોય મજબુર દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં મોંઘાદાટ ખર્ચા સાથે સારવાર લેવી પડે છે અથવા રાજકોટ દોડવું પડે છે.સિવિલ હોસ્પિટલમાં માત્ર કોવિડ પેશન્ટને જ દાખલ કરવાનો જિલ્લા કલેકટરનો આદેશ હોય અન્ય સામાન્ય બિમારીથી પિડાતા દર્દીઓને પરેશાની ભોગવવી પડી રહી છે.

ભગવતપરામાં રહેતા અને મજૂરી કામ કરતાં પ્રવિણભાઇ નાથાભાઇ ગેડીયાનાં પત્ની અંજનાબેનને ઝાડા ઉલ્ટી થતાં સિવિલ હોસ્પિટલે સારવારમાં લવાયા હતાં.જયાં અંજનાબેનને દવા અપાયા બાદ ઘરે પરત ફર્યા હતાં. પરંતુ પરિસ્થિતિ જેમની તેમ રહેતાં સવારે નવ કલાકે ફરી હોસ્પિટલ લવાયાં હતાં. જ્યાં અંજનાબેનનાં પતિ પ્રવિણભાઇએ હોસ્પિટલમાં દાખલ કરવાં વિનંતિ કરતાં ફરજ પરનાં તબીબે દાખલ કરવા ઉપરથી મનાઇ હોવાનું જણાવ્યું હતું. ઘરે ચાર માસની દિકરી હોય રાજકોટ જવું કોઇ સ્થિતિમાં પોસાય તેમ જ ના હોય તથા ગરીબ પરિસ્થિતિને કારણે પ્રાઇવેટ હોસ્પિટલની સારવાર મોંઘી પડતી હોય પ્રવિણભાઇએ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં આજીજી કરી હતી પણ નિયમોની જડતાને કારણે અંતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

કોવિડ દર્દીને જ દાખલ કરવાનો કલેક્ટરનો આદેશ
ગોંડલ સરકારી હોસ્પિટલનાં અધિક્ષક ડૉ.વાણવીએ આ અંગે જણાવ્યું કે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં હાલ માત્ર કોવિડ પેશન્ટને જ દાખલ કરવાનો કલેકટરનો આદેશ છે.હાલ માત્ર એક જ પેશન્ટ દાખલ હોવાં છતાં અમે નિયમોને આધિન નોર્મલ પેશન્ટ દાખલ કરી શકતાં નથી. બીજી બાજુ હાલ ગોંડલમાં કોરોના શાંત પડયો છે. સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલીખમ છે.ત્યારે મધ્યમવર્ગીય અને ગરીબ લોકો માટે સિવિલ હોસ્પિટલમાં કલેકટર દ્વારા નિયમોમાં ફેરફાર કરાય તેવી માંગ ઉઠવાં પામી છે.

અન્ય સમાચારો પણ છે...