તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળી પર્વ વચ્ચે લોકો બજારમાં ખરીદી માટે નીકળી રહ્યા છે. બજારમાં ફરી રાબેતા મુજબની ભીડને કારણે કોરોનાનું જોખમ વધી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે.મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામા આવેલા આંકડા મુજબ મોરબી જિલ્લામાં શનિવારે કુલ 496 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા હતા. જેમાંથી 17 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.નવા આવેલા પોઝિટિવ કેસમાં મોરબી શહેરમાં 8,ગ્રામ્યમાં 7 કેસ નોંધાયા હતા. વાંકાનેર સિટી અને ગ્રામ્ય એક એક કેસ પોઝિટિવ આવ્યા હતા.
અન્ય તાલુકામાં નવા કેસ નોંધાયા નથી. દિવસના મળી જિલ્લામાં કુલ 2410 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. જેમાંથી 151 એક્ટિવ કેસ છે.જેમની હોસ્પિટલમાં અથવા હોમ ક્વોરન્ટાઈન કરી સારવાર ચાલી રહી છે. તો સોમવારે કુલ 15 દર્દી ડિસ્ચાર્જ થતા કુલ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 2125 પર પહોચી છે.આ ઉપરાંત કોરોના પોઝિટિવ આવ્યા બાદ તંત્રના ચોપડે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 17 દર્શાવવામાં આવી છે.
અને 117 દર્દીના સારવાર દરમિયાન મોત થયા બાદ તેઓના રિપોર્ટ હજુ રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ માં પેન્ડિગ આવી રહી છે. સાથે સાથે જ કોરોનાએ ફરી માથું ઉંચક્યું અને એક જ દિવસમાં 35 કેસ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે અને ધંધે લાગ્યું છે. લોકોની માસ્ક વગર ફરવાની, ભીડ ભેગી કરવાની અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવાની ભૂલ અત્યંત ભારે પડી શકે છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.