તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામે રહેતા યુવાન દિગ્વિજયસિંહ દિલીપસિંહ જાડેજાએ ગામને આદર્શ બનાવવાની નેમ લીધી છે.ગામના જમીન વિહોણા દરેક પરિવારો માટે કંઈક કરવું જેથી એ પરિવારોને કટોકટી અને સંકટના સમયે કોઈપણ પ્રકારની આર્થિક ચિંતા ન કરવી પડે એ માટે સતત ચિંતનના અંતે વિચાર કરી જમીન વિહોણા તમામ પરિવારોને માટે રૂ.૨,૫૦,૦૦૦નો આકસ્મિક વીમો લીધો છે, અને દશ વર્ષ સુધી જેમનુ પ્રીમિયમ જન્મ દિવસ નિમિત્તે ભરપાઈ કરી આશીર્વાદ મેળવશે.
આ ઉપરાંત પાંચિયાવદર ગામમાં તમામ જ્ઞાતિજનોની સાથે રાખી એક ગ્રામ વિકાસ કમિટી બનાવવામાં આવી છે, જેના લીધે ગામનો વહીવટ પારદર્શક ચાલે છે. રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ,ગોંડલના છેલ્લા દશ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે. આ સંસ્થા દ્વારા અશક્ત પરિવારોને શિક્ષણ ,મેડીકલ,લગ્ન સહાય,રાશન કીટ વિતરણ વિવિધ સેવાકીય પ્રવૃતિ તેમજ સહકારી ક્ષેત્રમાં ડિરેક્ટર, ભગવત મંડળ સાથે જોડાઇને ઉકાળા વિતરણ,બ્લડ ડોનેશન કેમ્પ,અમૃતમ કાર્ડ કેમ્પ વગેરે અનેક લોક ઉપયોગી અનેક કાર્યો સાથે જોડાયા છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.