વિપક્ષ વિહોણી ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકાના સત્તાધીશોએ પ્રજા પર ભૂગર્ભ ગટર વેરાનો કોરડો વીંજ્યો હોય પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરાયું હતું અને સરકારી તંત્રે મંજૂરી ન આપતા બેધારી નીતિ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા, દિલીપભાઈ સોજીત્રા, કુલદીપસિંહ જાડેજા, વૃષભરાજસિંહ પરમાર સહિતના કોંગ્રેસીઓ દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગોંડલ નગરપાલિકાએ પ્રજા પર ભૂગર્ભ ગટરનો તોતિંગ વેરો ઝીંકી દીધો છે જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરવા તંત્ર પાસે મંજૂરી માગવામાં આવી હતી, પરંતુ તંત્રએ છેલ્લી ઘડીએ મંજૂરી ન આપી પોતાની બેધારી નીતિ સાબિત કરી છે.
જ્યારે ભાજપના આગેવાનો દ્વારા જૂથમાં એકઠા થઇ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેવી રજૂઆત કરી આ બનાવ અંગે કાયદાકીય યોગ્ય પગલાં લેવા અંતમાં માંગ કરવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.