ગોંડલમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો:કોંગ્રેસના આગેવાનો દુકાનો બંધ કરાવવા નીકળ્યા, વેપારીઓને બંધ પાળવા અપીલ કરાઈ

ગોંડલ21 દિવસ પહેલા

મોઘવારી, મંદી, બેરોજગારી, કથળેલી કાયદો-વ્યવસ્થા અને ડ્રગ્સના વેપલાના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં સાંકેતીક બંધનુ એલાન આપવામાં આવ્યું છે. સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી વેપારીઓને બંધ પાળવા અપીલ કરવામાં આવી હતી.

શહેરમાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આજે સવારથી શહેર કોંગ્રેસ પ્રમુખ અશિષભાઈ કુંજડિયા, જયસુખભાઈ પારઘી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાપાલાલસિંહ ચુડાસમા, લલિતભાઈ પટોડીયા, જય નાદપરા,નિમેશભાઈ રૈયાણી, ધર્મેશભાઈ બુટાણી, સંદીપ હિરપરા,રૂષભરાજ પરમાર સહિતના કોંગ્રેસના આગેવાનો કોલેજચોક, માંડવી ચોક, નાની બજાર, મોટી બજાર, બસ સ્ટેન્ડ રોડ સહિતની બજારોમાં દુકાન બંધ કરાવવા નીકળ્યા હતાં. કોંગ્રેસના બંધને ધ્યાનમાં રાખીને શહેરમાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કોંગ્રેસના બંધનો ગોડલમાં ​​​​​​​મીશ્ર પ્રતિસાદ
કોંગ્રેસના ગોંડલ બંધને મીશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ગોંડલની મુખ્ય બજારોમાં કેટલાક વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. જ્યારે કેટલાક દુકાનદારોએ રાબેતા મુજબ પોતાની દુકાન ખોલીને વ્યવસાય કરતા હતાં. ગોંડલનું અગ્રીમ ગણાતું માર્કેટયાર્ડ પણ ખુલ્લુ રહ્યુ હતું. ખેડુત અને વેપારીઓએ ખરીદ-વેચાણ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...