ઉપવાસ આંદોલન:ગોંડલમાં જોખમી અંડરબ્રિજ મુદ્દે કોંગ્રેસનું ઉપવાસ આંદોલન

ગોંડલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર ધરણાંની મંજૂરી આપતુ નથી તેવો યતિશ દેસાઇનો આક્ષેપ

વારંવાર અકસ્માતોની હારમાળા સર્જી રહેલા અને જોખમી બનેલા ગોંડલના આશાપુરા અંડરબ્રિજના મુદે કોંગ્રેસ મેદાને પડી છે અને અંડરબ્રિજ પાસે ઉપવાસી છાવણી નાખી પ્રતીક ઉપવાસ શરુ કર્યા છે. અલબત ઉપવાસ માટે માત્ર એક દિવસની તંત્ર દ્વારા મંજૂરી અપાયાનુ કોંગ્રેસ દ્વારા જણાવાયુ હતુ.

અંડરબ્રિજમાં છેલ્લા એક મહીનામા ત્રણ બસ અથડાઇ હોય અને નાના મોટા વાહનોના અકસ્માત વારંવાર થતા હોય કોંગ્રેસ દ્વારા બ્રીજમા ભરાઇ રહેતું પાણી દુર કરવા અને તત્કાલ અંડરબ્રિજ બંધ કરવાની માંગ સાથે પ્રતીક ઉપવાસ આંદોલન શરુ કરાયુ છે.

કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા,યતિષભાઈ દેસાઈ, વિક્રમસિંહ જાડેજા તથા રુતપ પરમાર પ્રતિક ઉપવાસ બેઠા હતા. ઉપવાસીઓએ માંગ કરી હતી કે વારંવાર અકસ્માત સર્જાતા હોય તુરંત અંડરબ્રિજ બંધ કરાય તથા ભરાઇ રહેતુ પાણી દુર કરાય. વધુમાં આ તમામ ખર્ચ જવાબદાર અધિકારી તથા કોન્ટ્રાક્ટર પાસે વસુલવા માંગ કરાઇ હતી. યતિષભાઈ દેસાઈએ આક્રોશ વ્યકત કરી જણાવ્યુ કે પ્રજાને પીડતા પ્રશ્ર્નો અંગે અવાજ ઉઠાવવા તંત્ર દ્વારા મંજૂરી અપાતી નથી. પ્રતીક ઉપવાસ માટે માત્ર એક જ દિવસ ની મંજુરી અપાઇ છે. આંદોલન ને બજરંગ દળ ના પ્રમુખ કમલેશ ગોહેલે સમર્થન આપી ઉપવાસી છાવણી મા જોડાયા હતા

અન્ય સમાચારો પણ છે...