અનેક પ્રશ્નો સાથે ચૂંટણીનો જંગ:કોંગ્રેસ દ્વારા જસદણ 72 વિધાનસભાના ઉમેદવાર તરીકે ભોળાભાઈનું નામ જાહેર; 2012માં કોંગ્રેસમાંથી 10 હજારથી વધુ મતે વિજેતા થયાં હતાં

ગોંડલએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને તમામ પક્ષો તેના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટ જિલ્લાના જસદણના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભોળાભાઈ ગોહિલનું નામ જાહેર થયું છે.

2012માં કોગ્રેસમાંથી 10 હજારથી વધુ મતે વિજેતા થયાં હતાં
ભોળાભાઈ વર્ષોથી અહીં કોંગ્રેસના કાર્યકર છે. જસદણ વિધાનસભા સીટમાંથી 2012માં કોગ્રેસમાંથી 10 હજારથી વધુ મતે વિજેતા થયાં હતાં અને જસદણની સમસ્યાના જાણકાર છે. ત્યારે હવે જસદણ 72 વિધાનસભા ઉમેદવાર તરીકે ભોળાભાઈ ગોહિલનું નામ જાહેર કર્યું છે.

આવનારા સમયમાં અહીં ખરાખરીનો ખેલ થશે
આવનાર સમયમાં અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો હોય ત્યારે, દિવ્ય ભાસ્કર સાથે ભોળાભાઈ ગોહિલે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતુ કે, જસદણ એ સામાન્ય રીતે ખેતી પ્રધાન તાલુકો છે. અહીં પાણી અને ખેડૂતોને લગતી અનેક સમસ્યાઓ છે. સાથે અહી શિક્ષિત બેરોજગારીની સમસ્યા છે. જેને મુદ્દા બનાવીને કોંગ્રેસ અહીથી ચૂંટણીનો જંગ લડવાની છે. સાથે સાથે જસદણના સ્થાનિક અનેક પ્રશ્નો સાથે અહી કોંગ્રેસ ચૂંટણીનો જંગ લડશે, જે જોતાં આવનારા સમયમાં અહીં ખરાખરીનો ખેલ થશે તે ચોક્કસ છે.

અન્ય સમાચારો પણ છે...