વિરોધ:ગોંડલ નગરપાલિકાના વેરા વધારાની જાહેરાત સામે કોંગી કાર્યકરોનો વિરોધ

ગોંડલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દેખાવકારોને પોલીસે ટીંગાટોળી કરી લઇ જવા પડ્યા - Divya Bhaskar
દેખાવકારોને પોલીસે ટીંગાટોળી કરી લઇ જવા પડ્યા
  • પ્રાંત અધિકારી કચેરીએ આવેદનપત્ર આપે તે પહેલાં આઠથી વધુ કોંગ્રેસી આગેવાનોની ધરપકડ કરાઇ

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જનજીવન હજુ પૂર્વવત થયું નથી ત્યાં જ નગરપાલિકા તંત્રએ દાઝ્યા ઉપર નમક છાંટવા જેવું કાર્ય કરી પ્રજાના ખંભે તોતિંગ વેરો જીકવાની સાથે ભૂગર્ભ ગટરનો પણ વેરો થોપી દેવામાં આવ્યો હોય કોંગ્રેસીઓ દ્વારા આવેદનપત્ર અપાય તે પહેલાં પોલીસે ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કોંગ્રેસી આગેવાન યતીશભાઈ દેસાઈ, વેપારી મહાજન મંડળ પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, આશિષભાઈ કુંજડીયા, ઋષભરાજસિંહ પરમાર, કુલદીપસિંહ જાડેજા, જયસુખ ભાઈ વઘાસિયા, ભાવેશભાઈ ભાષા અને જયસુખભાઇ પારઘી સહિતનાઓ દ્વારા શહેરની જનતાને સાથે રાખી કોલેજ ચોક ખાતેથી પ્રાંત અધિકારી કચેરીએ આવેદનપત્ર આપવા જવાનું આયોજન કરાયું હતું. કોંગ્રેસીઓ એકઠા થતા જ પોલીસે તેમની ધરપકડ કરી હતી જ્યારે કોંગ્રેસી આગેવાન ધર્મેશભાઈ બુટાણી અને દીપકભાઈ પટેલ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ તકે કોંગ્રેસીઓએ જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારીમાં લોકો આર્થિક મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે ત્યારે આવા તોતિંગ વેરા વધારા બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવાની હતી. પાલિકા તંત્રએ પ્રજાની પીઠમાં કોરડા વીંઝવાનું કામ કર્યું છે. હાઉસિંગ વેરો - 1000, કોમર્શિયલ વેરો- 2000, ખાણીપીણી, નાસતાગૃહ રેસ્ટોરન્ટ 2000, ખાનગી શાળાઓ, ટ્યુશન ક્લાસીસ-2500 , ચેરિટેબલ ટ્રસ્ટ, જમાતખાના, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, સમાજવાડી, 5000 સહિત ભૂગર્ભ ગટરનો વેરો પણ જીકી દેવામાં આવ્યો છે આવા વેરા તાકીદે નાબૂદ થવા જોઈએ તેવી અંતમાં માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...