તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગોંડલ નાગરિક બેંકના ચેરમેન ઢોલ સામે ઉચાપતની ફરિયાદ

ગોંડલ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાલાશ્રમની દીકરીઓના લગ્ન માટે ધર્માદાનું ફંડ ઉપાડી ખોટા બિલ રજૂ કર્યા હતા

ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમમાં આશરે એકાદ વર્ષ પહેલા બાળાઓના લગ્ન યોજાયા હતા, જેમાં નાગરિક સહકારી બેંક દ્વારા ભેટ સોગાદ સહિત ફંડ આપવામાં આવ્યું હતું, પરંતુ બેંકના ધર્માદા ફંડમાં રૂપિયા 5,21,000 ના ખોટા બિલ રજૂ કરી ઉચાપત કરવામાં આવી હોવાની સિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા ફરી નાગરિક બેંક ચર્ચાના ચકડોળે ચડી ગઇ છે.

ગોંડલ સિટી પોલીસ મથકમાં એડવોકેટ જીવનભાઈ ભીમજીભાઇ કાલરિયાએ ગોંડલ નાગરિક સહકારી બેન્કના ચેરમેન ભાજપ અગ્રણી જયંતિભાઈ ઢોલ, આસિસ્ટન્ટ મેનેજર મનસુખભાઈ સોજીત્રા, બેંકના સોનાના રિવ્યુઅર ભાસ્કરભાઈ ચત્રભુજ અને પ્રકાશ ઉર્ફે બંટી વિરુદ્ધ બેંકમાં ખોટા રેકર્ડ ઉભા કરી રૂપિયા 5,21,000 ની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવાતા પોલીસે આઈપીસી કલમ 406, 420, 409, 465, 467, 468, 471 તેમજ 120b મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બેંકના સોનાના રિવ્યુઅર ભાસ્કરભાઈ ચત્રભુજ દ્વારા ગોંડલ, રાજકોટ, જેતપુર અને અમરેલીના જવેલર્સના નનામી પેઢીઓના બિલ રજૂ કરવામાં આવ્યા હતા જે આરટીઆઈમાં ખોટા સાબિત થતા બેંકમાં ઉચાપત થયાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો