તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:મર્કેન્ટાઇલ સોસાયટીના ખાતેદારો સાથે છેતરપિંડીમાં અંતે ફરિયાદ

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલમાં ડેઇલી બચતનાં નામે 30 ખાતેદારના 93.45 લાખ ઉઘરાવી જમા ન કરાવ્યા

ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડીટ સોસાયટીનાં ત્રીસ જેટલાં ખાતેદારો સાથે ડેઇલી બચત તથાં ફિકસ ડિપોઝીટનાં નામે રુ.93.45 લાખ ઉઘરાવી મંડળીમાં જમા નહીં કરાવી છેતરપિંડી કરાતાં છેલ્લા છ મહિનાથી ચકચારી બનેલી આ ઘટનામાં આખરે ત્રણ એજન્ટ સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ પૈકી એક મુખ્ય એજન્ટનું કોરોનામાં મૃત્યુ થયાં બાદ આ સમગ્ર પ્રકરણનું ભોપાળું બહાર આવ્યું હતું. આ ચકચારી બનેલાં પ્રકરણ અંગે સિટી પોલીસમાં અનેક લેખીત રજૂઆતો પણ થવાં પામી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલનાં મંગલમ પાર્કમાં રહેતાં અને મજૂરીકામ કરતાં સંજયભાઇ ખોડાભાઇ ડાભીએ સીટી પોલીસમાં મર્કેન્ટાઇલ ક્રેડિટ સોસાયટીનાં એજન્ટ કૃષ્ન નગર જેતપુર રોડ પર રહેતાં કેતન ઘુસાભાઇ ભાલાળા તેના ભાઇ દિનેશ ઘુસાભાઇ ભાલાળા તથા અનિલ ઘુસાભાઇ ભાલાળા સામે ડેઇલી બચત તથાં ફિકસ ડીપોઝીટનાં નામે રુપીયા ઉઘરાવી ક્રેડીટ સોસાયટી માં જમા કરાવવાને બદલે બારોબાર ચાંઉ કરી જતાં પોતાનાં તથાં અન્ય લોકો નાં મળી રુ.93.45,410 ની છેતરપીંડી કરી હતી.

ગોંડલ પોલીસે આઇ.પી.સી.406,420,114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉપરોક્ત આ ત્રણ એજન્ટ પૈકી કેતન ભાલાળાનું કોરોના માં મૃત્યુ થયું છે.મધ્યમવર્ગીય એવાં ત્રીસ લોકોએ કેતન ભાલાળા મારફત બચત ખાતા ખોલાવ્યાં હતાં.અને છેલ્લાં ચારેક વર્ષથી રોજનાં રુ. 100થી લઇ 300 જમા કરાવતાં હતાં.

આ સમફ દરમિયાન કેતનનું કોરોનામાં મૃત્યુ થતાં ખાતેદારોએ તેનાં ભાઇ દિનેશ તથા અનિલનો સંપર્ક કર્યો હતો.પરંતુ યોગ્ય જવાબ નહીં મળતાં મર્કેન્ટાઇલ ક્રેડીટ સોસાયટીમાં તપાસ કરતાં બચતની ફુટી કોડીયે જમા થઇ ન હોય છેતરપિંડી થયાનું ભોપાળું બહાર આવવાં પામ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...