તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ  :ગોંડલમાં NCC કેડેટસની સરાહનીય કામગીરી, વિવિધ વિસ્તારો, બેન્ક સહીત ફરજ બજાવી રહ્યા છે

ગોંડલ  એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ કોરોના વાયરસનાં ફફડાટ વચ્ચે લોકડાઉનની કડક કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરાઇ છે. પોલીસની સાથે આ કામગીરીમાં એમ.બી.કોલેજનાં એનસીસી કેડેટસ પણ જોડાયાં છે. સવારથી મોડી સાંજ સુધી શહેરનાં વિવિધ વિસ્તારો, બેન્ક સહીત ફરજ બજાવી રહ્યા છે. એનસીસી ઓફિસર એન.જે.જોષીની રાહબરી હેઠળ કેડેટસ શોશ્યલ ડિસ્ટન્સ, લોકડાઉન અવર્નેશ સહીતની કામગીરી શિસ્તબદ્ધ રીતે કરી રહયાં હોય લોકોમાં આગવી ચાહના મેળવી રહયાં છે. કોરોનાની ભયાવહ સ્થિતિ વચ્ચે આ કેડેટસ જીવનાં જોખમ સાથે આકરી દેશ સેવાં બજાવી રહયાં હોય એમ.બી.કોલેજનાં આ વિદ્યાર્થીઓની સરાહનાં થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...