આયોજન:ગોંડલના દેરડી કુંભાજી ગામે શ્રીમદ્દ સત્સંગીજીવન કથા પારાયણનો પ્રારંભ

ગોંડલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૈતન્યસ્વામી પ્રવેશદ્વારના લાભાર્થે કથા યોજાશે, સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા આયોજન

ગોંડલના દેરડી(કુંભાજી) ગામે સ્વામિનારાયણ સત્સંગ મંડળ દેરડી(કુંભાજી) અને સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણનુ આયોજન કરવામાં આવ્યુ છે.મહંત ચૈતન્યદાસજી સ્વામી (લોએજ)ની 100 વર્ષની જન્મજયંતિની ઉજવણીના ભાગ રૂપે અને ચૈતન્યસ્વામી પ્રવેશ દ્વારના લાભાર્થે યોજાઈ રહેલા આ પાંચ દિવસના કથા મહોત્સનો પ્રારંભ તારીખ 5 જાન્યુઆરીથી થયો છે.

ત્યારે પૂર્ણસ્વરૂપદાસજી કથામૃતનું રસપાન કરાવવાના છે. કથાના પ્રથમ દિવસે પોથીયાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતેથી નીકળી હતી. પાંચ દિવસની આ કથા બપોરના 3થી 6 અને રાત્રીના 8થી11 વાગ્યા સુધી કથા રસપાન કરાશે. આ કથા દરમિયાન ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ,ગાદી પટ્ટાભિષેક મહોત્સવ,મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ,અન્નકૂટ મહોત્સવ,દિવ્ય શાકોત્સવ અને ઘર સભા સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યુંુ છે.

7 જાન્યુઆરીને શુક્રવારે રાત્રીના 9 કલાકે 641મી ઘરસભા સદગુરૂ સ્વામી નિત્યસ્વરૂપદાસજીના મુખેથીનું સાંભળવાનું આયોજન કર્યું છે. આ કથા મહોત્સવ દરમિયાન ચૈતન્યદાસજી સ્વામી સહિતના અનેક સંતો ઉપસ્થિત રહેશેે. તેમજ દેરડી(કુંભાજી) ગામે નિર્માણ પામી રહેલા ત્રણ પ્રવેશદ્વારોનું ખાતમુહૂર્ત થશે.

અન્ય સમાચારો પણ છે...