11 દિવસ બંધ રેહશે ગોંડલ માર્કેટયાર્ડ:શ્રાવણ માસમાં તહેવારો દરમિયાન રહેશે બંધ, રાજ્યની માર્કેટીંગયાર્ડની આવકમાં ગોંડલ પ્રથમ નંબરે

ગોંડલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય

શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ અલગ રજાના દિવસે રહેશે બંધ. ગોંડલ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે આગામી શ્રાવણ માસ દરમિયાન આવતા વાર-તહેવાર અને જાહેર રજાઓને કારણે યાર્ડનું કામકાજ રહેશે બંધ. યાર્ડમાં આવતા ખેડૂતો વેપારીઓ,જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિતનાએ રજાના દિવસે કામ કાજ બંધ રાખવામાં આવશે.

તાજેતરમાં જ સમગ્ર રાજ્યની માર્કેટીંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબર આવવા પામ્યો છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિતની 55થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યાં છે.

શ્રાવણ માસ દરમિયાન આ દિવસે ગોંડલ માર્કેટયાર્ડ રહેશે બંધ

  • 01/08/2022 સોમવાર
  • 08/08/2022 સોમવાર
  • 11/08/2022 ગુરુવાર (રક્ષાબંધન)
  • 15/08/2022 સોમવાર (સ્વાતંત્રદિવસ)
  • 16/08/2022 મંગળવાર (નાગ પંચમી)
  • 17/08//2022ગુરુવાર (શીતળા સાતમ)
  • 19/08/2022 શુક્રવાર (જન્માષ્ટમી)
  • 20/08/2022 શનિવાર (નંદ ઉત્સવ)
  • 22/08/2022 સોમવાર
  • 27/08/2022 શનિવાર (ભાદરવી અમાસ)

આ 11 દિવસ ગોંડલ માર્કેટયાર્ડનું કામકાજ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...