ગોંડલમાં ત્રીજા દિવસે પણ મેઘમહેર:શહેરમાં આજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, ભાદર- 1 ડેમમાં પાણીની સપાટી 32.20 ફૂટે પહોંચી

ગોંડલ17 દિવસ પહેલા

રાજયમા ફરી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગોંડલમાં સતત ત્રણ દિવસે સવારના સમયે અસહ્ય બફારો જોવા મળે છે. ત્યાર બાદ સાંજના સમયે ગાજ વીજ સાથે વરસાદ વર્ષે છે ગોંડલ શહેરમાં આજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો.

ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ સડક પીપળીયા ગામે વરસાદી ઝાપટું પડ્યું હતું. શાપર વેરાવળમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વર્ષયો હતો.

ભાદર -1 ડેમમાં પાણીની આવક
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ત્યારે આજે ભાદર ડેમ -1ની પાણીની સપાટી 32.20 ફૂટે પહોંચી છે. રાત્રીના 10 વાગ્યા સુધીની 6430 ક્યુસેક પાણીની આવક જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...