બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુથી ગોંડલ તાલુકાની વેજાગામ પ્રાથમિક શાળા ખાતે પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજકોટ તરફથી મોજીલું વિજ્ઞાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો તથા આચાર્યની ઉપસ્થિતિમાં ધોરણ 6થી 8ના 50 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
આ કાર્યક્રમમાં વિજ્ઞાન વિષય સાથે સંકળાયેલા અનેકવિધ પ્રયોગો શીખવવામાં આવ્યા તથા તેની સરળ શૈલીમાં સમજ પણ આપવામાં આવી હતી. જેમાં બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને બાળકોએ પોતે પણ આ પ્રયોગો જાતે કરીને અનુભવ્યા હતા. જેથી બાળકોમાં વિજ્ઞાન વિશે અવનવું જાણવાની જિજ્ઞાસ વધે.
વિદ્યાર્થીઓએ જાતે જ પ્રયોગો કર્યા
વિદ્યાર્થીઓના હસ્તે અલગ-અલગ પ્રયોગ કરવામાં આવ્યા હતા. જેમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કેમ ઉત્પન્ન કરવો, એડિસ બેઇઝની પરખ કેમ કરવી, હવાનું દબાણ જેવા અનેકવિધ પ્રયોગો વિદ્યાર્થીઓએ જાતે કર્યા હતા. આ ઉપરાંત વૈજ્ઞાનિક ગેલીલીયોએ કરેલા પ્રયોગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ખુબ રસ પડ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાયો અને વિજ્ઞાન વિષયને સરળતાથી પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય તેનો જાત અનુભવ મેળવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.