તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગોંડલમાં શુદ્ધ ઘીના અડદિયાના નામે થતા વેપલામાં ચેકિંગ જરૂરી

ગોંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેશી ઓસડિયાના નામે છેતરપિંડી

ગોંડલ શહેરમાં લોકો શુદ્ધ ઘી મેળવવા ઊંચામાં ઊંચા રૂપિયા આપતા હોવા છતાં પણ કેટલાંક અપવાદોને બાદ કરતાં શુદ્ધ ઘી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ અડદિયા શુદ્ધ ઘીના જ છે કે? તે ખાદ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. કેટલાક વેપારીઓ દ્વારા દેશી ઓસડીયા ઉમેરી અડદીયા બનાવવામાં આવતા હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે અને ગ્રાહકો પાસેથી તોતિંગ ભાવ પણ ઉઘરાવવામાં આવી રહ્યો છે અને અડદિયાનો જથ્થો ગુજરાત સહિત મુંબઈ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે,

બિલ વગર અડદિયાના વેચાણથી તોતિંગ વેપાર કરાતો હોય ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જો વેચાણ અંગેની તપાસ હાથ ધરાય તો ઇન્કમ ટેક્સ ચોરી પણ બહાર આવે તેવી લોકોમાં ચર્ચા છે. આ ઉપરાંત અડદિયામાં વપરાતા ઘી સહિતની સામગ્રી ચોખ્ખી જ છે કે કેમ તેની તપાસ કરવામાં આવે તો પણ ઘણી પોલ ખુલી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો