તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકેદારી કે તૂત:લગ્ન સમારોહ યોજવાની મંજૂરી આપ્યા બાદ ચેકિંગની નવરાશ તંત્રને નથી!

ગોંડલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નિયમ લાગુ કરાવતી વખતે કડકાઇ, પરંતુ અમલ કરાવવામાં ઢીલ

કન્યા જ્યારે લગ્ન મંડપમાં વરરાજા ને વરમાળા પહેરાવવા આવે ત્યારે ગોર મહારાજ દ્વારા ઊંચા અવાજ સાથે કન્યા પધરાવો સાવધાનનું ઉચ્ચારણ કરી તમામ મહેમાનોને સાવચેત કરવામાં આવતા હોય છે, જેનું મુખ્ય કારણ કે લગ્ન વિધિ શરૂ થાય છે હવે વિધિમાં તમામ મહેમાનો ધ્યાન આપો. આવું જ કંઇક લગ્ન પ્રસંગ માટે આપવામાં આવતી મંજૂરી વખતે તંત્ર દ્વારા દાખવાતી કડકાઇ વિશે માર્મિક રીતે ચર્ચાઇ રહ્યું છે કે, જ્યારે મંજૂરી લેવા જવામાં આવે ત્યારે તંત્ર સાવધાનના મોડમાં હોય પરંતુ બાદમાં સમારોહ વખતે ચેકિંગ કે તેવી કોઇ ગંભીરતા બતાવતું નથી. આથી લોકોએ જ પોતાની રીતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી પ્રસંગ આટોપવાનો રહે તો મુદ્દો એ છે કે શરૂઆતમાં તંત્ર આટલી કડકાઇ શું કામ બતાવે છે.

બાદમાં નરમાઇ શું કામ? આવી જ રીતે કોરોના કાળમાં સરકારી તંત્ર દ્વારા મોટી મોટી બૂમ બરાડા પાડી લગ્ન માટે મંજૂરી મેળવવા સાવધાન કરાવવામાં આવી રહ્યા છે ત્યારે લોકો હરખભેર સાવચેતીના ભાગરૂપે નગરપાલિકા અને તાલુકા પંચાયત કચેરીએ મંજૂરીની અરજીઓ કરી રહ્યા છે, મંજૂરીઓ પણ આપી દેવામાં આવી રહી છે, પરંતુ અઢળક મંજૂરીઓ દેવાઈ ગઇ હોવા છતાં પણ તંત્ર દ્વારા એક પણ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવતી ન હોય લગ્ન પુરા થઇ ગયા બાદ લોકો હસી મજાકમાં તંત્રની મંજૂરીને ડિંડક ગણાવી રહ્યા છે. મોટાભાગના યોજાતા લગ્ન પ્રસંગોમાં મંજૂરીથી ડબલ મહેમાનો એકઠા થયા હોવાનું લોકો ખુદ સ્વીકારી રહ્યા છે પરંતુ તંત્ર પોતાની ટાઢ ક્યારે ઉડાડશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

ગોંડલ ખાતે લગ્નગાળામાં અનેક લગ્નો દરરોજ આટોપાઇ રહ્યા છે. પરંતુ પાલિકામાંથી કે પોલીસમાંથી કોઇ જ ચેકિંગ કરવા આવતું નથી અને લોકો પણ અંદરોઅંદર ચર્ચા કરે છે કે ખોટા ડર્યા, ચેકિંગ તો આવતાં જ નથી. મોટાભાગના લગ્ન પ્રસંગોમાં દાંડીયારાસ અને વરઘોડાના આયોજનો થઇ રહ્યા છે પરંતુ માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી સાઉન્ડની પરમિશન લેવામાં આવી છે. આથી લોકોમાં એવો ગણગણાટ થઇ રહ્યો છે કે યા તો તંત્ર કડક કાર્યવાહી કરે અથવા મંજૂરીના તમામ ડીંડક બંધ કરે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો