સર્વરોગ નિદાન કેમ્પ:ગોંડલ તાલુકાના ચરખડી ગામે વૃદ્ધાશ્રમમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો; મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો

ગોંડલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સામાજીક વનીકરણ વિભાગ રાજકોટ, સામાજિક વનીકરણ રેન્જ કોટડા સાંગાણી, ક્રિષ્નમ ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ અને ત્રિરંગા ચરિટેબલ ટ્રસ્ટ ચરખડીના સંયુક્ત સહયોગથી ત્રિરંગા વૃધાશ્રમ ચરખડી ખાતે સર્વ રોગ તાવ, શરદી, હાડકા સાંધાના નિષ્ણાંત, ચામડીના રોગના નિષ્ણાંત, દાંતના ડોકટર, ફિઝિયોથેરાપીસ્ટ, બાળરોગના નિષ્ણાંત સહિતના ડોક્ટરો નિદાન કેમ્પના આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વૃદ્ધાશ્રમના વૃધ્ધો અને આસપાસના ગામના વૃધ્ધો અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં જરૂરિયાત મુજબની દવાઓ વિનામુલ્યે આપવામાં આવી હતી.

આશરે દોઢ વર્ષથી શરૂ થયેલા વૃદ્ધાશ્રમમાં કેમ્પ યોજાયો
ગોંડલ તાલુકાના ચરખડી ગામે આશરે દોઢ વર્ષથી શરૂ થયેલા તિરંગા વૃદ્ધાશ્રમમાં સર્વરોગ નિંદાન કેમ્પ યોજાયો હતો. વૃદ્ધાશ્રમમાં રહેતા 82 વૃધ્ધો આસપાસના ગામથી આવેલા વૃધ્ધો, લોકો, બાળકો સહિત 250 લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ડૉ. લક્ષીત સાવલિયા, ડો ભરત શીંગાળા, ડૉ. સંગીતા ઠુમર, ડૉ. કુલદીપ ગજેરા, ડૉ. દિવ્યાંગ કક્કડ, ડૉ. યશ સાવલિયા, ડૉ. ભૂષણ દાઉડિયા, ડૉ. અમી કાલરિયા, ડૉ. નીલમ ધડુક, ડૉ. આશીર્વાદ ચૌધરી અને ખંજન ચુડાસમા સહિતના ડોકટરો દ્વારા ફ્રી નિદાન તથા જરૂરિયાત અનુસાર દવા આપી એક સેવાનું ઉત્તમ ઉદાહરણ આપવામાં આવ્યું હતુ.

વન વિભાગ દ્વારા પણ વૃદ્ધોને માહિતગાર કરાયા
આ કેમ્પનું આયોજન અને વૃદ્ધોની સેવા RFO વિલાસબેન અંટાળા, RFO મોરડીયા તથા વન વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવેલું હતુ. RFO વિલાસબેન અંટાળા દ્વારા વન વિભાગની ખેડૂત લક્ષી યોજનાઓ અને સહાય વગેરેની માહિતી આપીને ખેડૂતને માહિતગાર કર્યા હતા. તથા આ કેમ્પના સંચાલનમાં તિરંગા વૃદ્ધાશ્રમના રસિકભાઈ સખીયા, જગદીશભાઈ સખીયા, મહેશભાઈ સખીયા તથા પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવેએ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...