રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર વહેલી સવારે મોટો અકસ્માત સર્જાયો છે. ગોંડલના બિલિયાળાના પાટિયા પાસે કપાસ ભરેલી ટ્રક અને i 10 કાર વચ્ચે અકસ્માત સર્જાતાં જ બંને વાહનોમાં આગ લાગી હતી. આગ લાગતાં i10 કારમાં સવાર 3 મહિલા ભડથું થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ગોંડલ નગરપાલિકાનાં એમ્બ્યુલન્સ, હાઇવે ઓથોરિટી અને ગોંડલ તાલુકા પોલીસ અને 2 ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી વાહનો પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
અકસ્માતને લઈને રસ્તા પર ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. હાલ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. અકસ્માતની ઘટના બાદ ગોંડલ તાલુકા પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી અને ટ્રક બિલિયાળા ગામ તરફથી હાઇવે ક્રોસ કરી રહી હતી. કારમાં ગોંડલનો પરિવાર સવાર હતો.
અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા
આગની ઘટનામાં મહેશસિંહ ગંભીર રીતે દાઝી ગયા
ગોંડલના ડેરા શેરીમાં રહેતા મહેશસિંહ રાયજાદા તેના પત્ની મુકુંદબા અને રસિકબા તથા રેખાબાને સાથે લઈને સુરેન્દ્રનગર તાલુકાના ખેરાડી ગામે ખરખરાના કામે જવાં નીકળ્યા હતાં. પરંતુ ગોંડલમાંથી પસાર થતાં જ અકસ્માત થયો હતો. અકસ્માતમાં મહેશસિંહ ગંભીર રીતે દાઝ્યા હોય તેઓ એક જ કારમાંથી બહાર નીકળી શક્યા હતાં. જ્યારે પાછળ બેઠેલા ત્રણ મહિલાઓ બહાર ન નીકળી શકતા કારમાં જ બળીને ખાખ થઈ ગયા હતા. પીએમ માટે ત્રણ મૃતદેહોને પ્રથમ ગોંડલ સરકારી દવાખાને લાવવામાં આવ્યા બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયા હતા. મહેશસિંહ કિશોરસિંહ રાયજાદા (ઉં.વ.45) દેરા શેરી નજીક અમૂલ દૂધ પાર્લર ચલાવી રહ્યા છે અને તેમના પિતા નિવૃત મામલતદાર હતા અકસ્માતની ઘટના પગલે ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા, છોટુભાઈ જાડેજા દિગ્વિજયસિંહ જાડેજા પાચીયાવદર સહિત બહોળી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો દોડી આવ્યા હતા.
(હિમાંશુ પુરોહિત,દેવાંગ ભોજાણી-ગોંડલ)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.