તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ નિવારણ કેન્દ્ર:ગોંડલમાં નગરસેવકની ‘મદદના ચોરા’ થકી લોકપ્રશ્નો ઉકેલવા ઝુંબેશ

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેટર દર સોમવારે સવારે ત્રણ કલાક ફાળવે છે. - Divya Bhaskar
કોર્પોરેટર દર સોમવારે સવારે ત્રણ કલાક ફાળવે છે.

નગરપાલિકામાં ચુંટાયા બાદ નગરસેવકોમાં લોકસેવાની સક્રિયતા ભાગ્યે જોવાં મળતી હોય છે.અલબત ઘણા નગર સેવકો સેવાનો પર્યાય બનતાં હોય છે. વોર્ડ નં. એકનાં ચુંટાયેલા સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજાઅે કંઇક અલગ વિચાર્યું અને તાલુકા સેવા સદન નજીક ભોજનાલયની બાજુમા જ વૃક્ષના ઓટલા પર જ મદદના ચોરા નામે શરૂ કર્યું લોક સમસ્યા નિવારણ કેન્દ્ર.રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા છેલ્લા ત્રણ સોમવાર થી સવારે અગિયાર થી બે વાગ્યા સુધી વૃક્ષ નાં ઓટલે બેસી લોકપૃશ્ર સાંભળવા અને ત્વરીત ઉકેલ માટે સંલગ્ન કચેરીઓમાં પ્રયત્નશીલ રહે છે અને આ રીતે તેમણે 130 જેટલા પ્રશ્નોનો ઉકેલ મેળવી આપ્યો છે.

તેઓ કહે છે કે કોરોના કહેર માં જે બાળકોએ માતા પિતા ગુમાવ્યાં છે, તેવાં બાળકોને સરકારી સહાય ઉપરાંત પેન્શન મદદના ચોરાનાં માધ્યમ માધ્યમથી ચાલું કરાવ્યાં છે.ઉપરાંત વિધવા,વૃધ્ધા અને દિવ્યાંગ પેન્શન માટે અરજદારો પાસે ફોર્મ ભરાવી લાભ મળતો થાય તેવાં પ્રયત્નો શરૂ કર્યા. તેમણે જણાવ્યું કે હાલ લોકો ને રેશનકાર્ડ પર મળતું અનાજ બંધ છે. આવી અનેક ફરિયાદો આવી છે, જે માટે તંત્ર સામે લડત પણ આપીશું.

ઉલ્લેખનીય છે કે રાજેન્દ્રસિંહ દ્વારા છેલ્લા એક દોઢ વર્ષથી દર રવિવારે ‘સન્ડે સ્લમ ડે’અભિયાન દ્વારા સ્લમ વિસ્તારો માં જઇને લોક પૃશ્ર્નો અંગે વાચા અપાઇ રહીછે.ખાસ કરીને ઝુપડપટ્ટી માં રહેતો ગરીબ વર્ગઆ અભિયાન નો લાભ લઇ રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...