તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓમાં રોષ:મોટા દડવામાં બસસ્ટેન્ડની સુવિધા, પણ બસચાલક બારોબારથી રવાના

મોટા દડવાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બસ ન આવતા અપડાઉન કરનાર અને વિદ્યાર્થીઓમાં રોષ
 • ગોંડલ-ચોટીલા, જૂનાગઢ-અમદાવાદ રૂટની બસ આવતી જ નથી

હાથ ઉંચો કરો અને બસમાં બેસો આ સ્લોગન સાથે એસ.ટી બસ ના પાટિયા પર વાસ્તવિકતા ચિત્ર અલગ જોવા મળી રહ્યુ છે. ગોંડલ અને જસદણ એમ બે તાલુકા વચ્ચે લટકતું મોટાદડવા ગામ બંને તાલુકા ક્ષેત્રમાં મોટું છે પરતું અહી તો વિકાસ નીમાણો જોવા મળી રહ્યો છે. અહીં સુવિધાના નામે શૂન્ય આટલેથી અહીં અટકતું નથી. અહીં સુવિધા સભર બસો તો મુકી પરતું પેસેન્જર માટે નહીં. બસસ્ટોપ દેખાડવા માટે આ બસો તેમજ તેમનાં ડ્રાઈવર આવજો બાય બાય કરી બાયપાસ થી રવાના કરી દે છે. લોકો જણાવી રહ્યાં છે કે અમોને પુર્ણ પણે એસ.ટી બસ સેવા પણ મળતી નથી જે બસ ચાલુ થઇ ગઇ છે એ બસ પણ બસસ્ટેશનમાં જોવા મળતી નથી. ત્યારે નવી બસ માટે આશા શી રાખવી?

હાલ ખાસ કરીને વહેલી સવાર ના લોકો માટે ઉપયોગી નીવડતી ગોંડલ ચોટીલા બસ વહેલી સવારના 7 કલાકે મળતી હોય છે. એ જ બસ બપોરના બાર વાગ્યાના ગોંડલ જવા મળતી હોય છે. જે બસસ્ટોપમા આવતી પણ નથી કે સ્ટોપ પર ઉભી પણ રહેતી નથી. એક તરફ બસસ્ટેશનમાં બેઠેલા મુસાફરો વાટ જોઈને નાછૂટકે પ્રાઇવેટ વાહનોમાં તગડા પૈસા ચૂકવી મુસાફરી કરવા મજબૂર બન્યાં છે. જો કે આ બાબત તાલુકા પંચાયત સદસ્ય નિર્મળભાઈ વાળા તેમજ પંચાયતના સભ્ય ઉદયભાઈ વાળાએ અનેકવાર આ અંગે રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી કંઇ પગલાં લેવાયા નથી.

ઉલ્લેખનીય છે કે નાના એવા ગામમાં બસસ્ટેન્ડની સુવિધા પણ ક્યારેક આપવામાં આવી હોતી નથી અને ગ્રામ્ય પ્રજા માટે એસટી બસ જ એકમાત્ર સહારો હોય છે ત્યારે અમુક બસચાલકની મનમાની અને ડેપો મેનેજરની મૂક સંમતિના લીધે અેવું બનતું હોય છે કે મુસાફરો સ્ટેન્ડમાં રાહ જોતા રહી જાય અને બસ બારોબારથી જ નિકળી જતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો