ગોંડલના રાજવી પેલેસ ખાતે હિન્દી ફિલ્મના શુટીંગનો ગઇકાલ રાત્રીથી પ્રારંભ થયો છે. બોલીવુડ સ્ટાર કાર્તીક આર્યન મોડી સાંજની ફલાઇટમાં મુંબઇથી રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ રાજકોટથી ગોંડલ જાતે કાર ડ્રાઇવ કરીને ગોંડલ રવાના થયા હતા. તેમની સાથે અકાદ ડઝન સ્ટાફ પણ આવ્યો છે. કાર્તીક આર્યને ગઇકાલે વિમાનમાં મુસાફરો સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે, કાર્તીક આર્યન એકદમ ડાઉન ટુ અર્થ બોલીવુડ સ્ટાર છે.
કાર્તિક આર્યન, કયારા અડવાણી, સિધ્ધાર્થ રાંદેરીયા, સુપ્રિયા પાઠક, રાજપાલ યાદવનું આગમી 15 દિવસ સુધી ગોંડલના રીવર સાઇડ પેલેસમાં શુટીંગ થશે. ગત રાત્રીના એક સીનનું શુટીંગ થયુ. આજે રાત્રે ફરી કાફલો શુટીંગ કરશે.
ગોંડલ ખાતે આવેલા રીવર સાઇટ રાજવી પેલેસમાં સેટ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં 15 દિવસ સુધી ફિલ્મ કલાકારો શુટીંગ કરશે. ફિલ્મના સ્ટંટ દ્રશ્યોનું પણ ફિલ્માંકન કરવામાં આવશે. કાર્તીક આર્યન સાથે અભિનેત્રી કયારા અડવાણી, સુપ્રસિધ્ધ ગુજરાતી નાટક ગુજ્જુભાઇથી જાણીતા થયેલા અભિનેતા અને ફિલ્મ સ્ટાર સિધ્ધાર્થ રાંદેરીયા, સુપ્રીયા પાઠક, રાજપાલ યાદવ સહીતના કલાકારો આ ફિલ્મમાં ચમકવાના છે અને ફિલ્મના શુટીંગ માટે તેઓનું આગમન થયું છે. ગઇકાલે રાત્રીના શુટીંગ શરૂ થયા બાદ વહેલી સવારના 4 વાગ્યા સુધી શુટીંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમુક કલાકારો રાજકોટ અને અમુક કલાકારો ગોંડલમાં રોકાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.