વિરોધ:બીઓબીના કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી વિરોધ કર્યો

ગોંડલ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • ખાનગીકરણ સામે ઘોઘાવદર શાખાના કર્મીઓ મેદાને

સરકારી બેંકોના ખાનગીકરણ સામે ઘોઘાવદરની બીઓબીની શાખાના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે અને તા.15 અને 16ના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું છે.બજેટમાં કરેલી જાહેરાત મુજબ બે જાહેર ક્ષેત્રની બેંક, આઇડીબીઆઈ અને એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ કરવા જઈ રહી છે ત્યારે આઇડીબીઆઈ મૂળભૂત રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાકીય ઉદ્યોગોને લૉન આપવા માટે સ્થપાયેલી હતી અને હવે હેતુફેર કરીને તેનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કરેલ છે. આમ બેંકોના ખાનગીકરણથી પાયાના ઉદ્યોગના ધિરાણને પ્રાધાન્ય આપવાનું નહીં રહે.

જાહેર ક્ષેત્રની થાપણ હાલ લગભગ 106 લાખ કરોડ છે અને તે સરકારની માલિકીની હોય પ્રજાને પોતાની મૂડી સુરક્ષિત હોવાનો અપ્રતિમ વિશ્વાસ છે જ્યારે ખાનગી બેંકો માટે એવો વિશ્વાસ ન હોવો સ્વાભાવિક છે. વળી ખાનગી બેંકો ખેતીવિષયક છે તેને ફરજિયાત ધિરાણ કરવા જવાબદાર નહીં રહે. આ અને આના જેવા અસંખ્ય કારણોને ધ્યાને રાખી બેંક ઓફ બરોડાની ઘોઘાવદર શાખાએ કાળી પટ્ટી ધારણ કરી બેંકોના ખાનગીકરણ નો વિરોધ વ્યક્ત કર્યો છે સાથેસાથે 15 અને 16મી માર્ચ ના બે દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હળતાળનું એલાન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...