તંત્ર સામે વ્હાલા-દવલાની નીતિનો આક્ષેપ:300થી વધુ બસો બાયપાસ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ભાજપ ઉપપ્રમુખની એસટી તંત્રને રજૂઆત

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેર ધાર્મિક અને પ્રવાસનની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું સ્થાન છે. સાથે જ ગોંડલ સૌરાષ્ટ્રનું અગ્રીમ માર્કેટ યાર્ડ ધરાવતું હોવા છતાં એસટી તંત્ર દ્વારા વ્હાલા-દવલાની નીતિ દાખવાતી હોવાના અને 300થી વધુ બસો બાયપાસ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે.

300થી વધુ બસો બાયપાસ દોડતી હોવાની રજૂઆત
આ અંગે શહેર ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશભાઈ સાવલિયા તથા યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા દ્વારા એસટીની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે હાલ આશરે 300થી વધુ બસો બાયપાસ દોડે છે. સાથે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે લોકલ બસો પણ બસ સ્ટેન્ડ આવવાની જગ્યાએ બારોબાર દોડે છે. તેમ છતાં એસટી તંત્ર મૌન ધારણ કરી બેઠું છે. શહેરમાં વિખ્યાત અક્ષરમંદિર, ભુવનેશ્વરી મંદિર અને રાજાશાહી વખતથી જેમની નામના છે તેવી રજવાડી ધરોહર નૌલખા પેલેસ પ્રવાસન સ્થળમાં આગવી વિશેષતા ધરાવતા હોવા છતાં બસોની સગવગડતા આપવાની જગ્યાએ એસટી તંત્ર દ્વારા આટલી બસો બાયપાસ દોડાવતા અંગે યોગ્ય કરવા કુલદીપસિંહ જાડેજા દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...