પ્રચાર માટે અવનવા નુસખાઓ:ભાજપના સમર્થકો પ્રચાર માટે વિકાસના ગરબા ગીત પર રાસ રમ્યા; મતદારોને આકર્ષવા અલગ અલગ કોન્સેપટનો ઉપયોગ

ગોંડલ16 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે. તેમ તેમ ઉમેદવારો દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ઉમેદવારો પ્રચાર માટે અવનવા નુસખાઓ અપનાવી રહ્યા છે.

ત્યારે ગોંડલ 73 વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના સમર્થનમાં અને મતદારોને આકર્ષવા ભાજપ દ્વારા શહેરના વિવિધ રાજમાર્ગોમાં આવતા મુખ્ય ચોકમાં, સોસાયટીમાં ડાન્સ ગ્રુપ દ્વારા વિકાસના ગરબા ગીત પર રાસ રમ્યા, ડાન્સ ગ્રુપે અલગ અલગ પ્રકારના ગીત પર પરફોર્મન્સ રજુ કર્યા હતા. વિકાસના ગરબા ગીત પર ગરબા રમતા ખેલૈયાઓ રાસ રમતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડાન્સ ગ્રુપ, ગરબા ગ્રુપ, જેવા અલગ અલગ કોન્સેપટ થકી મતદારોને આકર્ષવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...