તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલ નગરપાલિકા:ગોંડલ પાલિકા ચૂંટણીમાં ભાજપનાં 12 સદસ્ય રિપીટ, 32 નવા ચહેરાં

ગોંડલ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રમુખ પાટીલના સિનિયોરિટીના માપદંડમાં ચાર સદસ્ય કપાયા
 • ગોંડલ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીના બ્યૂગલ ફૂંકાયા

છેલ્લાં ચાલીસ વર્ષથી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતો હોય ગોંડલ ભાજપનો ગઢ ગણાય છે. નગરપાલિકા માટે ભાજપનાં ઉમેદવારો જાહેર થતાં કુલ 44 બેઠકો માટે ભાજપ દ્વારા 12 સીટીંગ સદસ્યોને રીપીટ કરી 32 નવાં ચહેરાંને મેદાનમાં ઉતાર્યા છે. સીટીંગ સદસ્યો અર્પણાબેન આચાર્ય, રાજેન્દ્રસિંહ જાડેજા, ગૌતમભાઇ સિંધવ, અનિતાબેન રાજ્યગુરુ, હર્ષદભાઇ વાઘેલા, હાજરાબેન ચૌહાણ, ચંદુભાઇ ડાભી, આસીફભાઇ ઝકરીયા, રંજનબેન સરધારા, કૌશિકભાઈ પડાળીયા, પ્રકાશભાઈ સાટોડીયા અને જગદીશભાઇ રામાણીને રીપીટ કરાયાં છે. ભાજપનાં નવાં માપદંડને કારણે સિનીયર ગણાતાં પૃથ્વીસિંહ જાડેજા, મુકતાબેન કોટડીયા, મનિષાબેન સાવલીયા, નિર્મળાબેન ધડુક કપાયા છે.

સ્થાનિક સ્વરાજ્ય, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય ત્યારે સમગ્ર ગુજરાતની નજર ગોંડલ તરફ મંડાતી હોય છે ત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કરાતાં શહેર પંથકમાં ચૂંટણીનો માહોલ દમદાર બની જવા પામ્યો છે. ગોંડલ નગરપાલિકાની 44 સીટ માટે ભાજપના ઉમેદવારો દ્વારા તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા.

વોર્ડ નં. 1
અર્પણાબેન જીતેન્દ્રભાઈ આચાર્ય
કાંતાબેન જેન્તીભાઈ સાટોડીયા
રાજેન્દ્રસિંહ રઘુરાજસિંહ જાડેજા
ગૌતમભાઈ રતાભાઇ સિંધવ

વોર્ડ નં. 2
શીતલ સમીરભાઈ કોટડીયા
અનિતા પ્રફુલભાઈ રાજ્યગુરુ
હર્ષદભાઈ મોહનભાઈ વાઘેલા
ક્રિપાલસિંહ પૃથ્વીસિંહ જાડેજા

​​​​​​​વોર્ડ નં. 3
હંસાબેન ખીમજીભાઈ માધડ
સમજુબેન રુખડભાઈ મકવાણા
રાજુભાઈ હમીરભાઇ ધાના
ભરતસિંહ વજુભા જાડેજા

​​​​​​​વોર્ડ નં. 4
વસંતબેન મયાભાઈ ટોળીયા
હાજરા બેન ગફારભાઈ ચૌહાણ
રમેશભાઈ માયાભાઈ સોંદરવા
ચંદુભાઈ મોહનભાઈ ડાભી

​​​​​​​વોર્ડ નં. 5
ઉર્મિલાબેન નિલેશભાઈ પરમાર
સોનલબેન ગૌરવભાઈ ધડુક
સંજય રમણીકલાલ ધીનોજા
આસિફ મજીદભાઈ ઝકરિયા

​​​​​​​વોર્ડ નં. 6
નયનાબેન હિતેશભાઈ રાવલ
કંચનબેન હિતેશભાઈ શિંગાળા
મનસુખભાઈ હરિભાઈ રૈયાણી​​​​​​​
રફીક અલ્લારખા કૈડા

​​​​​​​વોર્ડ નં. 7
પરિતાબેન વૈભવભાઇ ગણાત્રા
વિભાબેન તુષારભાઇ પંડ્યા
જીગ્નેશભાઇ ધીરુભાઇ ઠુંમર
ઓમદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા

​​​​​​​વોર્ડ નં. 8
ખુશ્બુબેન ગોપાલભાઈ ભુવા
રંજનબેન ધીરૃભાઈ સરધારા
પ્રકાશ થોભણભાઇ સાટોડીયા​​​​​​​
મનીષ દુર્લભજીભાઈ ચનીયારા

વોર્ડ નં. 9
મિતલબેન ચિરાગભાઈ ધાનાણી
ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી
અશ્વિન જગજીવન પાંચાણી
શૈલેષભાઈ વલ્લભભાઈ રોકડ

વોર્ડ નં. 10
સંગીતાબેન કેતનભાઇ કુડલા
મીનાબેન પ્રભુદાસ જસાણી
કૌશિક વલ્લભભાઈ પડારીયા
અશ્વિન માધવજીભાઈ રૈયાણી

વોર્ડ નં. 11
વસંતબેન વિજયભાઈ ચૌહાણ
રંજનબેન સવજીભાઈ પીપળીયા
જગદીશભાઈ બચુભાઈ રામાણી
નિલેશભાઈ ગોકળભાઈ કાપડિયા

​​​​​​​કોંગ્રેસના અમુક ઉમેદવારોએ ફોર્મ ભર્યા
જ્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 5 માં જાગૃતિબેન પરમાર, નમ્રતાબેન પાંભર, સંદીપભાઈ હિરપરા સતિષભાઈ વોર્ડ નંબર 8માં જય નંદાપરા અને વોર્ડ નંબર 6 માં પ્રવિણાબેન જયસુખભાઇ વઘાસિયાએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે હજુ કોંગ્રેસે સત્તાવાર યાદી તો જાહેર કરી નથી તેમ છતાં તેમને ખાનગીમાં કહેવાયાની ચર્ચા નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો