ઉજવણી:અન્નક્ષેત્રમાં રાશનકિટ વિતરણ કરી જન્મદિવસ અને દિવાળીની ઉજવણી

ગોંડલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રેરણા|મુંબઇ રહેતા પરિવારે બાપા સીતારામ અન્નક્ષેત્રને આપી જરૂરી રાશન સામગ્રી

સામાન્ય રીતે બર્થડે અને તહેવારોની ઉજવણી લોકોને પોતાના પરિવાર કે અંગત સ્વજનો, સ્નેહીજનો સાથે કરવાનું ગમતું હોય છે. પરંતુ અમુક પરિવાર અને શ્રેષ્ઠીઓ એવા પણ હોય છે કે જે સમાજને જ પોતાનો પરિવાર ગણે છે. ગોંડલના વતની અને હાલ મુંબઇ સ્થાયી થયેલા પારેખ પરિવારના મોભીએ પોતાના બર્થડે અને દીવાળી તહેવારની ઉજવણી અનોખી રીતે કરવાનું નક્કી કર્યું અને માદરે વતનમાં અન્નક્ષેત્ર ચલાવતા ટ્રસ્ટને જરૂરી સાધન સામગ્રી પહોંચાડી.

ભગવતભૂમિ એવા ગોંડલના વતની અને હાલ મુંબઇ રહેતા જૈન ધર્મેશભાઈ દેસાઈનો જન્મ દિવસ દીપાવલી પર્વ પર આવતા તેમના મિત્ર દિલીપભાઈ પારેખ ગોંડલના સહયોગથી ગોંડલ ખાતે બાપા સીતારામ અન્નક્ષેત્ર માં 50 કિલો ઘઉંનો લોટ,10 કિલો ચોખા,15 કિલો સીંગતેલ,25 કિલો તુવેરદાળ ની ભેટ આપી હતી. ગરીબ,અશક્ત,બીમાર અને વૃદ્ધ માટે દરરોજ અન્નક્ષેત્ર ચલાવતા અને ભોજન સેવા કરતા અન્નક્ષેત્રમાં હિતેશભાઈ દવે દ્વારા અન્નદાન પહોંચતું કરીને દીપાવલીના પાવનપર્વ પર ભુખ્યાને ભોજન આપવાનું ઉમદા સેવા કરી કરી જન્મ દિવસ ની યથાર્થ ઉજવણી કરી હતી.

દરિદ્રનારાયણની ટ્રસ્ટ દ્વારા ઉમદા સેવા
ગોંડલ બાપા સીતારામ અન્નક્ષેત્રમાં દરરોજ સાંજે 60 થી 70 ગરીબ વૃદ્ધ અશક્ત અપંગ લોકોને ભોજન વિતરણ કરવામાં આવે છે. ભૂખ્યાંને ભોજન આપી દરિદ્રનારાયણની ઉમદા સેવા અવિરતપણે બાપા સીતારામ અન્નક્ષેત્ર ચલાવતા સેવાભાવી યુવાનો કરી રહ્યા છે. ગોંડલના હિતેશભાઈ દવેએ અન્નક્ષેત્રમાં રાશન દાન આપનાર દાતા ધર્મેશભાઈ દેસાઈ અને દિલોપભાઈ પારેખનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...