મંદિર પરિસર પણ ચોરો માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયું હોય તેમ ગોંડલ સ્વામી નારાયણ મંદિર પરિસરમાંથી એક દર્શનાર્થીના બાઇકની ચોરી થતાં આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતાં વધુ તપાસ આરંભાઇ છે. ગોંડલ શહેરના સહજાનંદ નગરમાં રહેતા અને દરજી કામ કરતાં વિજયભાઈ બીપીનભાઈ સોલંકી પોતાનું બાઈક GJ03LH5903 લઈને સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા.
ત્યારે બાઈકને પાર્કિંગમાં પાર્ક કર્યું હતું અને દર્શન કરીને પરત ફરતાં બાઈક પાર્કીંગમાં ન જણાતા ચોરી અંગેની ફરિયાદ સિટી પોલીસમાં નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં ગોંડલ તાલુકાના ચોરડી ગામે મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાગર ડાંગી, પંકજ સોલંકી, અશોક ગોહેલ, ભરત જમોડ, ઋત્વિક વાઘેલા અને પ્રવીણ ઝાપડા ને રૂપિયા 25100 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.