મોરબી બાદ ગોંડલમાં તંત્રની બેદરકારીએ વધુ એક મોતની ઘટના સામે આવી છે ગોંડલ તાલુકાના કોલીથડ ગામ પાસે નદીના પુલ પરથી બાઈક સવાર ખાબકતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું આ આખા પુલમાં બન્ને બાજુ દીવાલ નથી જેના કારણે આ ઘટના બની હતી.
ગોંડલ તાલુકાના કોલીથડ ગામ પાસે નદીના પુલ પરથી પસાર થતા 53 વર્ષીય કાવઠીયા બિપિનભાઈનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ મોત થયું છે મૃતક ખેતી કામ કરતા હતા. બીપીનભાઈ ને સંતાન માં એક દીકરો અને એક દીકરી હોવાનું જાણવા મળેલ છે મૃતક ખેતી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. ઘરના આધાર સ્થંભનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું બીપીનભાઈ ખેતરે થી ઘરે પરત જતા હતા ત્યારે આ અક્સ્માત સર્જાયો હતો જે બાદ મૃતકના મૃતદેહને પી.એમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
કોલીથડ ગામ પાસે આવેલ આશરે 15 ફૂટ પહોળાઈનો આ પુલ રાજાશાહી વખતનો છે. 2021 માં કોલીથડમાં પાણી આવ્યું ત્યારે પુલ ધરાશશી થયો હતો ત્યારથી પુલ પાસે રેલિંગ કે દીવાલ નથી જેના કારણે અવારનવાર અકસ્માત થાય છે. અંદાજે 2 મહિના પહેલા 2 લોકો અકસ્માતે નદીમાં પડ્યા હતા. ત્યારે હવે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે હાલ વહેલી તકે પુલની રેલિંગ કે દીવાલ કરે તેવી આસપાસના ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.