તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામજનોમાં હર્ષ:આદર્શ ગામ માટે ગોંડલ તાલુકાના મોટા સખપુરની પસંદગી કરાઇ

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના સાંસદે લોકસભા વિસ્તારના 940 ગામમાંથી કરી પસંદગી

પોરબંદરના સાંસદ ગોંડલ નિવાસી રમેશભાઈ ધડુક દ્વારા પોતાના લોકસભા મત વિસ્તારમાં આવતા 940 ગામડામાંથી આદર્શ ગામ વિકાસ માટે તાલુકાના મોટા સખપુરને પસંદ કરતા ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

ગામના સરપંચ અરુણાબેન વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે, તા. 14 સોમવારે સવારે પ્રાથમિક શાળા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં સાંસદ રમેશભાઈ ધડુક, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ તકે સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા પોરબંદર લોકસભા વિસ્તારમાં 940 ગામડામાંથી મોટા સખપુરને આદર્શ ગામ બનાવવા માટે પસંદગી કરવામાં આવી હોય જે અનુસંધાને આવનારા દિવસોમાં રોડ-રસ્તા, લાઈટ-પાણી, પશુ દવાખાના, આરોગ્યની સુવિધાઓ, ઇન્ટરનેટ, વાઈફાઈ વધુ સુદ્રઢ બનશે, ચેકડેમો રિપેર કરાશે, વરસાદ, પૂર, વાવાઝોડા સમયે નદીના પાણી ગામને સ્પર્શી જતા હોય દીવાલ બનાવવા સહિતના કામો તથા આત્મનિર્ભરના વિવિધ પ્રકલ્પ યોજના શરૂ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...