આસ્થા ભરપૂર:પાંડવકાળનો ઇતિહાસ પુનર્જીવિત કરતું ગોંડલ પંથકનું ભીમનાથ મંદિર

ગોંડલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલી નદીના કિનારે બિરાજમાન શિવાલયમાં બારેમાસ જામે છે ભક્તોની ભીડ

ગોંડલની ગોંડલી નદી કિનારે અને રાજવી પરિવારના નવલખા બંગલા પાસે આવેલું ભીમનાથ મહાદેવ મંદિર માત્ર શ્રાવણ પુરતું જ નહીં, બારે મહિના અને 365 દિવસ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. તેમની સાથે શ્રીકૃષ્ણ અને પાંડવોનો સમય પણ સંઘરાયેલો છે, ઘમસાણગીરી બાપુની ૧૭ મી પેઢી અને વર્તમાન મંદિરની પૂજા અર્ચન કરતા જયપાલગીરી સુખદેવગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ગોંડલી નદીનું નામ પહેલા ગૌકણિઁ નદી હતું અને ગોંડલનું નામ ગૌકર્ણ હતું. બાદમાં સમય જતા ગૌમંડળ અને ગોંડલ થયું છે.

શ્રીકૃષ્ણ અને પાંડવ કાળમાં ભીમે મહાદેવજીની પૂજા કર્યા પછી જ ભોજન કરવાનો સંકલ્પ કર્યો હતો. ગોકુલ, મથુરાથી દ્વારકા જતી વેળાએ શ્રીકૃષ્ણ અને પાંડવોએ ગૌકણિઁ નદીના કિનારે રાતવાસો કર્યો હતો. અને સવારે ભીમનો સંકલ્પ પૂરો કરવા શ્રીકૃષ્ણ દ્વારા શિવલીંગની સ્થાપના કરવામાં આવી હતી અને ભીમ દ્વારા પૂજા કરતા આ ભીમનાથ મહાદેવ મંદિર નામ પડ્યું હતું. બાદમાં હજારો વર્ષો વીત્યા બાદ ઘમાસાણગીરી બાપુને સ્વપ્નમાં આ જગ્યા આવતા ફરી પૂજા અર્ચન શરુ થયા હતા. આ મંદિર પાસે રામભારતી બાપુની સમાધિ પણ આવેલી છે.

જેઓએ રાજવી પરિવારના રાજમાતાને પોતાનું આયુષ્ય આપી જીવંત સમાધિ લીધી હતી તે સમયનું લખાણ આજે પણ તક્તિમાં જોવા મળી રહ્યું છે.મંદિર અને નદીની સામે પાર મસ્જીદ અને કબ્રસ્તાન આવેલા છે. મંદિરમાં થતો ઘંટારવ, ધૂન ભજનનો વળતો પડઘો અહી નિત્ય સંભાળતો હોય છે, શ્રાવણ માસમાં હજારો ભક્તો દર્શને આવતા જ હોય છે પરંતુ ૩૬૫ દિવસ નિત્ય દર્શને પણ શ્રદ્ધાળુઓ આવી ભક્તિમાં લીન થતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...