સર્વાનુમતે નિમાયા:ગોંડલ પાલિકાના પ્રમુખ ભાવનાબેન રૈયાણી, ગૌતમભાઇ સિંધવની ઉપપ્રમુખ તરીકે વરણી

ગોંડલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવા વર્ષની મુદ્દત માટે ગોંડલ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સર્વાનુમતે નિમાયા

ગોંડલ નગરપાલીકામા સવા વર્ષની મુદ્દત માટે પ્રમુખ તરીકે ભાવનાબેન પ્રવિણભાઈ રૈયાણી તથા ઉપ પ્રમુખ પદે ગૌતમભાઇ સિંધવ ની સર્વાનુમતે વરણી કરાતા સમર્થકોએ ખુશી વ્યક્ત કરી હતી. નગરપાલીકામાં તમામ બેઠકો પર ભાજપ વિજયી બન્યુ હોય સતાની તક સૌને મળી રહે તેવા ભાજપ મોવડીના પ્રયાસરુપ પ્રમુખ પદની સમય મર્યાદા સવા વર્ષની કરાઇ હોય પ્રમુખ શીતલબેન કોટડીયાના રાજીનામા બાદ પ્રમુખ પદનો ચાર્જ ખુશ્બુબેન ભુવાને સોંપ્યો હતો.

આ દરમ્યાન કલેકટરના જાહેરનામા મુજબ આજે ડેપ્યુટી કલેકટર જોશીની અધ્યક્ષતામાં ચુંટણી યોજાઇ હતી. પાર્ટીની ગાઈડલાઈન મુજબ ભાવનાબેન રૈયાણી પ્રમુખ પદે તથા ગૌતમભાઇ સિંધવ ઉપપ્રમુખ પદે બિનહરીફ જાહેર કરાયા હતા. ભાવનાબેન રૈયાણી વોર્ડ નં.9માંથી ચુટાયા છે. જ્યારે ગૌતમભાઇ સિંધવ વોર્ડ નં.1 માંથી ચુંટાયા છે. ગૌતમભાઇ માલધારી સમાજમાંથી આવતા હોય નગરપાલીકામાં માલધારી સમાજને પ્રથમ વખત પ્રભુત્વ મળ્યુ છે.

ચુંટણી પ્રક્રિયા બાદ ઇન્ચાર્જ પ્રમુખ ખુશ્બુબેન ભુવાએ નવા પ્રમુખ ભાવનાબેન રૈયાણીને વિધિવત ચાર્જ સોંપ્યો હતો. આ વેળાએ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત, મહામંત્રી પીન્ટુભાઇ ચુડાસમા, અગ્રણી અશોકભાઈ પીપળીયા, જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતના આગેવાનો, સદસ્યો અને સમર્થકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...