1100 કાર્યકર્તાએ કેસરિયો ધારણ કર્યો:શાપર ગામમાં ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળાનો સન્માન કાર્યક્રમ યોજાયો; ગામના સરપંચ સહિત 1100 કાર્યકર્તા ભાજપમાં જોડાયા

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શાપર, વેરાવળ, પારડી, ગ્રામ પંચાયત તેમજ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન, શાપર વેરાવળ વેપારી એસોશીએશન, શાપર-વેરાવળ ડોક્ટર અને મેડીકલ એસોશીએશનના સંયુક્ત ઉપક્રમે શાપર ગામ ખાતે કેબીનેટમંત્રી ભાનુબેન બાબરિયા તથા ધરાસાભ્ય રમેશભાઈ ટીલાળાનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જેમાં 1100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

આ કાર્યક્રમમાં પંચાયતના સરપંચ અને તેના સભ્યો, એસોશીએશનના હોદેદારો અને તેના સભ્યો તેમા વિવિધ 15થી વધુ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશનના હોદ્દેદારો, વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા બંનેનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાપર ગામના સરપંચ જયેશભાઈ કાકડીયા તેમના 1100થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેઓને ભાનુબેન બાબરિયા અને રમેશભાઈ ટીલાળાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.

આ તકે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ગીતાબેન ટીલાળા, સભ્ય મુકેશભાઇ તોગડિયા, કોટડાસાંગાણી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ સિંધય, લોધિકા તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ કમાણી, કારોબારી ચેરમેન ધનશ્યામભાઇ ભુવા, રાજકોટ કોટડા-સાંગાણી, લોધિકા ભાજપનાં અગ્રણીઓ તેમજ શાપર વેરાવળ ઔધોગિકઝોનના ઉદ્યોગકાર મિત્રો, શાપર વેરાવળ, પારડીનાં ગ્રામજનો ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કેબીનેટમંત્રી ભાનુબેન બાબરિયા તથા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા સન્માન બાદ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવેલ કે, આ વિસ્તારના વિકાસ માટે હરહંમેશ તમારી સાથે જ છીએ તેવી ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...